October 18, 2024

ગુજરાતમાં બેરોજગારીની વરવી વાસ્તવિકતા, અંકલેશ્વરમાં નોકરી વાંછુકોની હકડેઠઠ ભીડ

જય વ્યાસ, ભરૂચ: રોજગારીની મોટી મોટી વાતો કરતી સરકારના ગાલ પર તમાચા જેવી ઘટના આજે ભરૂચના અંકલેશ્વરથી સામે આવી છે જેમાં નોકરી મેળવવાની લાલસા સાથે હજારોની સંખ્યામાં બેરોજગાર યુવાનો ઉમટી પડ્યા હતા.

આજે, અંકલેશ્વરમાં નોકરી માટે યુવાનોની પડાપડીનો વીડિયો વાયરલ થયો છે. અંકલેશ્વરની એક ખાનગી કંપનીના ઇન્ટરવ્યુ માટે પડાપડી કરતા યુવાનો નજરે પડી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે ખાનગી કંપની દ્વારા અંકલેશ્વરની એક હોટલમાં ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું. જેમાં, મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. ભીડ એટલી હદે વધી ગઈ હતી કે તેને કાબૂ કરવી પણ અઘરી પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી.