September 17, 2024

વલસાડને 40 ગામો સાથે જોડતો રસ્તો વરસાદમાં ધોવાયો

હેરાતસિંહ, વલસાડ: વલસાડ સહિત સમગ્ર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોમાં વરસેલ ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર જ નદીઓ વહેતી જોવા મળી હતી. ત્યારે હાલ તો વરસાદે આંશિક વિરામ લીધો છે અને વરસાદ બાદ થયેલ ખાનાખરાબીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં, વલસાડ સહિત આસપાસના અનેક વિસ્તારના રસ્તાઓ વરસાદને કારણે ધોવાઈ ગયા છે. વલસાડ શહેર અને 40 ગામોને જોડતો કૈલાસ રોડનો બ્રિજ બિસ્માર બન્યો છે. વરસાદના કારણે બ્રિજ પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકો હાલાકી વેઠવી પડી રહી છે. સાથે જ બ્રિજ પર પડેલા ખાડાના વાહન ચાલકોના વાહનોને નુકસાન થવાનો વારો આવ્યો છે.

વલસાડમાં પડેલા વરસાદના કારણે વલસાડ શહેર અને 40 ગામોને જોડતો મુખ્ય કૈલાસ રોડ બ્રિજ બિસમાર થઈ જવા પામ્યો છે. બ્રિજ ઉપર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યાં છે. તો વાહનોના નાના મોટા અકસ્માત સર્જાઇ રહ્યા છે. ખાડાઓના કારણે અને વાહન ચાલકોએ નુકસાની વેઠવાનો વારો આવે છે. આ બ્રિજ ઉપર થી રોજના વલસાડ શહેરમાં હજારોની સંખ્યામાં લોકો આવે આવે છે. શાળાએ આવતા બાળકો, હોસ્પિટલ જતા દર્દીઓ, નોકરીયાત વર્ગ સહિત અહીંયાથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. તેમ છતાં બિસમાર બ્રિજની મરામત કરવામાં આવતી નથી. ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકોએ ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે.

વલસાડ શહેર અને 40 ગામોને જોડતા બ્રિજ કૈલાસ રોડ બ્રિજ ઉપર ખાડાઓના કારણે વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યાં છે. દર વર્ષે બ્રિજ ઉપર ખાડાઓ પડી જાય છે સાથે બ્રિજ ખૂબ જૂનો થઈ જવાના કારણે નવા બ્રિજ માટે સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆત પણ કરવામાં આવી છે તેમ છતાં બ્રિજ ઉપર તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી રહી.

આ બ્રિજ 40 ગામોને જોડે છે ત્યારે આ બ્રિજ પર પડેલા ખાડાના કારણે 40 ગામના લોકો શહેરમાં આવવા માટે આ ખાડામાંથી પ્રસાર થવું પડે છે. તો બ્રિજના ખાડાના કારણે લોકોના વાહનોમાં નુકસાની તો થાય જ છે લોકો આ ખાડાના કારણે કમરનો દુઃખાવો પાકો. ત્યારે હવે વલસાડના મુખ્ય બ્રિજ પર પડેલા ખાડા વહેલી તકે પુરવા માટે વલસાડની જનતા નવા બનેલા સાંસદ ધવલ ભાઈ પટેલ ઉપર આશ લગાવી છે કે તંત્રના અધિકારીઓને તાકીદ કરી વહેલી તકે આ ખાડા પુરાવે.

આ પણ વાંચો: વલસાડમાં ભાજપના નેતાને ફાયદો કરાવવા ફૂંકી મરાયા 3.80 કરોડ