December 4, 2024

દુબઈમાં બનવા જઈ રહ્યું છે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ

અમદાવાદ: UAEમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. જ્યા દર વર્ષે 26 કરોડ લોકો યાત્રા કરી શકશે. આ એરપોર્ટનું નામ અલ મખતુમ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. આ નવા એરપોર્ટને લઈને પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખતૂમે પોતે એક્સ હેન્ડર પર જાણકારી આપી છે. અલ જજીરા અનુસાર, આ એરપોર્ટના નિર્માણમાં 35 અરબ ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ 2.92 લાખ કરોડનો ખર્ચ થઈ શકે છે.

UAEના પ્રધાનમંત્રીના જણાવ્યા અનુસાર, અલ મખતૂમ એરપોર્ટ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં 5 ઘણું મોટું બનશે. દર વર્ષે એરપોર્ટથી 26 કરોડ પેસેન્જર યાત્રા કરી શકશે. આ પ્રોજેક્ટના નિર્માણમાં અલ મખતૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવશે. PM દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ એરપોર્ટ પર 5 પેરલલ રનવે બનશે. એટલે કે તેમાં એક સાથે 5 વિમાનો ટેક ઓફ અને લેન્ડ થઈ શકશે. આ એરપોર્ટ પર 400 ટર્મિનલ ગેટ બનશે.

આ પણ વાંચો: કોરોનાની રસીથી આડઅસર થાય છે તેવું કંપનીએ કોર્ટમાં સ્વીકાર્યું!

અલ મકતુમ એરપોર્ટ દુબઈ એરપોર્ટ કરતાં પાંચ ગણું મોટું હશે
UAEના વડાપ્રધાને કહ્યું કે, નવા એરપોર્ટની ડિઝાઇનને મંજૂરી મળી ગઈ છે, આ એરપોર્ટ આગામી 10 વર્ષમાં બનવાનું છે. અલ મકતુમ એરપોર્ટનું કુલ ક્ષેત્રફળ 70 ચોરસ કિલોમીટર હશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરીને નવા અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ દુબઈ દક્ષિણમાં એરપોર્ટની આસપાસ એક શહેર બનાવવામાં આવશે, જ્યાં 1 મિલિયન લોકો માટે ઘરો બનાવવામાં આવશે.

દુબઈ એરપોર્ટ પર કામગીરી સંભાળવી મુશ્કેલ
દુબઈ એરપોર્ટ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાં સ્થાન ધરાવે છે, જ્યાંથી વર્ષ 2022 માં 66 મિલિયન મુસાફરો પસાર થયા હતા. કોરોના પહેલા, વર્ષ 2019 માં, 8.7 કરોડ મુસાફરો આ એરપોર્ટ પરથી પસાર થયા હતા અને વર્ષ 2018 માં 9 કરોડ મુસાફરો ત્યાંથી પસાર થયા હતા. ભારે ભીડને કારણે આ એરપોર્ટનું સંચાલન કરવું મુશ્કેલ બની જાય છે. જેના કારણે નવું એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. અલ મકતુમ એરપોર્ટ દુબઈ એરપોર્ટથી 45 કિલોમીટર દૂર છે. તે વર્ષ 2010માં બનાવવામાં આવ્યું હતું, જ્યારે અહીં માત્ર એક જ ટર્મિનલ હતું. કોરોનાના સમયમાં અહીં મોટા પ્લેન પાર્ક કરવામાં આવ્યા હતા, જ્યારે દર વર્ષે આયોજિત દુબઈનો એર શો પણ આ એરપોર્ટ પર યોજાય છે.