July 4, 2024

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં થઈ બબાલ!

અમદાવાદ: બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે સિલહટ મેદાન પર રમાયેલી શ્રેણીની બીજી T20 મેચમાં થર્ડ અમ્પાયરના નિર્ણયને લઈને ખુબ ચર્ચા થઈ રહી છે. ચર્ચાની સાથે હોબાળો પણ કરવામાં આવ્યો છે. શ્રીલંકન ટીમના ખેલાડીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

નિર્ણયને પલટી નાખ્યો
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચમાં શ્રીલંકન ટીમના ખેલાડીઓ અને સહાયક કોચ ક્રિસ સિલ્વરવુડ થર્ડ અમ્પાયરના નિર્ણયને લઈને ભારે રોષમાં જોવા મળી રહ્યા છે. આ મેચ સિલ્હટના મેદાન પર આ મેચનું આયોજન થયું છે. વાત જાણે એમ છે કે બાંગ્લાદેશની ઇનિંગ્સ દરમિયાન, સૌમસ સરકારની વિકેટને લઈને વિવાદ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે થર્ડ અમ્પાયર મેદાન પરના અમ્પાયરના નિર્ણયને પલટી નાખ્યો હતો, ત્યારે શ્રીલંકાના ખેલાડીઓ તેમની નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા અને હોબાળો કરતા પણ નજરે પડ્યા હતા.

 થર્ડ અમ્પાયરે નોટઆઉટ આપ્યો
સિલ્હટના મેદાન પર આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં T20 મેચમાં જ્યારે બાંગ્લાદેશની ટીમ 166 રન બનાવ્યા હતા. ઈનિંગની ચોથી ઓવરના પ્રથમ બોલ પર સૌમ્ય સરકાર સામે કેચ આઉટની અપીલ કરવામાં આવી હતી. બોલ જયારે બેટની નજીકથી પસાર થયો ત્યારે સ્ટમ્પ માઈક પર અવાજ સંભળાયો હતો જે અલ્ટ્રા એજમાં પણ જોવા મળી રહ્યો હતો. જોકે બહુ વાત સ્પષ્ટ હોવા છતાં થર્ડ અમ્પાયરે સૌમ્ય સરકારને નોટ આઉટ આપ્યો હતો. જેના કારણે શ્રીલંકાના ટીમના દરેક ખેલાડીઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો.

એકતરફી જીત અપાવી
આ મેચમાં ઓપનિંગ બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. બીજી વિકેટ 83ના સ્કોર પર ગુમાવાનો વારો આવ્યો હતો. ઝમુલ હુસૈન શાંતોએ 38 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રનની અણનમ ઈનિંગ રમી હતી. હવે શનિવારના 9 માર્ચે બંને ટીમો વચ્ચે આ શ્રેણીની નિર્ણાયક મેચ રમાશે.