December 23, 2024

મુસ્લિમ પર્સનલ લૉથી ઉપર છે આ કાયદો, ધર્મ કરતા ભારતીયતા ઉપર; કેરળ હાઈકોર્ટનો ચુકાદો

kerala High Court: કેરળ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ કેસમાં પોતાનો ચુકાદો આપતા કહ્યું કે બાળ લગ્ન વિરોધી નિયમો 2006 કોઈપણ ધાર્મિક ભેદભાવ વિના તમામ ભારતીયોને સમાન રીતે લાગુ પડે છે. જસ્ટિસ પીવી કુન્નીક્રિષ્નને એ પણ સ્પષ્ટ કર્યું કે તે મુસ્લિમ પર્સનલ લો બોર્ડથી ઉપર છે, જે બાળકોના લગ્નને માન્યતા આપે છે. ન્યાયાધીશે કહ્યું કે નાગરિકતા પ્રથમ અને ધર્મ બીજું છે. તેથી આ કાયદો કોઈપણ ભેદભાવ વિના દરેક ભારતીયને લાગુ થશે.

પલક્કડમાં બાળ લગ્નના કેસમાં આરોપીની અરજીને ફગાવી દેતી વખતે બેન્ચે તાજેતરમાં આ નિર્દેશ આપ્યો હતો. માનનીય કોર્ટે આરોપી પિતા અને કથિત પતિની અરજી ફગાવી દીધી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે તેમની સામે દાખલ કરાયેલો કેસ રદ કરવામાં આવે. કોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભાજપ શાસિત આસામમાં ઘણા લઘુમતી લોકો બાળ લગ્નો કરાવતા ઝડપાયા છે.

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને અપીલ કરતાં અરજદારોએ કહ્યું કે જો કોઈ મુસ્લિમ યુવતી તરુણાવસ્થામાં પહોંચે છે તો પર્સનલ લૉ બોર્ડ અનુસાર તે લગ્ન માટે તૈયાર છે અને કેન્દ્ર તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. અરજદારોએ કહ્યું કે આ બાળ લગ્ન વિરોધી કાયદો તેમના પર્સનલ લો બોર્ડ વિરુદ્ધ છે અને તેમના અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યો છે.

આ પણ વાંચો: થઈ જજો સાવધાન! ત્રાટકી શકે છે વાવાઝોડું, હવામાન નિષ્ણાતે આપી ચેતવણી

જો કે, હાઈકોર્ટે અરજદારોની તમામ દલીલોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ કાયદો કોઈપણ પર્સનલ લો બોર્ડ અથવા કોઈપણ ધર્મથી ઉપર છે. આખા ભારતમાં અને ભારતની બહાર રહેતા ભારતીય નાગરિકોએ પણ આ નિયમનું પાલન કરવું પડશે. આમાં કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં.

જસ્ટિસ કૃષ્ણને કહ્યું કે બાળ લગ્ન અટકાવવા એ આપણા આધુનિક સમાજનો એક ભાગ છે. આજના જમાનામાં બાળક સાથે લગ્ન કરવાનું બિલકુલ વ્યાજબી નથી. આ બાળકના માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. બાળકોને ભણવા, મુસાફરી કરવા, તેમનું જીવન જીવવાની છૂટ આપવી જોઈએ અને પછી જ્યારે તેઓ એ ઉંમરે પહોંચે છે. ત્યારે તેઓ કોની સાથે લગ્ન કરે છે તે તેઓ જાતે જ નક્કી કરી શકે છે.