November 22, 2024

હેલ્ધી દેખાતી આ વસ્તુ પણ વધારી શકે છે તમારું વજન

અમદાવાદ: વધેલુ વજન તમારા લૂકની સાથે તમારા સ્વાસ્થયને પણ ખરાબ અસર કરે છે. વધેલુ વજન ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે ડાયટિંગ કરે છે. તેઓ સામાન્ય રીતે હેલ્ધી ફૂડ્સને પણ પોતાની ડાઈટમાં ઉમેરે છે. શું તમે જાણો છો કે કેટલાક હેલ્ધી ફૂડ્સ વજન વધવાનું કારણ બની શકે છે.

પીનટ બટર અને સૂકા ફળો
પીનટ બટર અને ડ્રાયફ્રૂટ્સને હેલ્ધી ફૂડ ગણવામાં આવે છે. તેમાં હેલ્ધી ફેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ ઉપરાંત તેઓ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તેમાં કેલરીની માત્રા વધુ જોવા મળે છે. આથી આ બંને વસ્તુઓ મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

સ્મૂધી અને ફળોના રસ
ઘણીવાર જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. તેઓ તેમના આહારમાં સ્મૂધી અથવા જ્યુસનો સમાવેશ કરે છે. અલબત્ત આ હેલ્ધી ઓપ્શન છે પરંતુ ખાંડની માત્રા વધુ હોવાને કારણે તેઓ વજન વધારી શકે છે. આથી સ્મૂધી અથવા જ્યુસને બદલે આખા ફળોનો સમાવેશ કરવો જોઈએ.

ઇંડા
પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત ઈંડામાં વિટામિન્સ અને મિનરલ્સ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ તમારા આહારને વધુ પૌષ્ટિક બનાવવામાં મદદ કરે છે. ઈંડામાં કેલરી વધુ હોય છે. તેથી ઓછામાં ઓછા તેને તમારા આહારમાં સામેલ કરો.

આ પણ વાંચો: ‘ના કહ્યું પણ અબ્બા માન્યા નહીં…’, અતીકના દીકરાનું નિવેદન ખોલશે ઉમેશપાલ હત્યાકાંડનું મોટું રહસ્ય

સલાડ ડ્રેસિંગ્સ
ક્રીમ અથવા ઓઇલ સલાડ ડ્રેસિંગ કેલરીમાં ભરપૂર હોય છે, જે હેલ્ધી સલાડને હાઇ-કેલરી ફૂડ બનાવે છે. તમારા સલાડને સ્વાદિષ્ટ બનાવવા માટે ડ્રેસિંગનો ઉપયોગ કરશો નહીં.