November 21, 2024

વાવ બેઠક માટે આ સિનિયર નેતાની અપક્ષ ઉમેદવારી ભાજપને નડતર

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપે આજે ચડોતરના કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં સૌથી મહત્વનો મુદ્દો હતો ભાજપ અને અપક્ષ માંથી ઉમેદવારી કરનાર માવજી પટેલનો ભાજપના હોદ્દેદારોને વિશ્વાસ છે કે તેઓ માવજી પટેલને મનાવી લેશે.

વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ત્યારે, ભાજપે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં યજ્ઞેશ દવે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા જોકે ચૂંટણીને લઈને અનેક સવાલો હતા ભાજપે ઉમેદવાર મોડો જાહેર કર્યો હતો. તો ભાજપે સભા કે સરઘસ વગર ઉમેદવારને ફોર્મ ભરાવ્યું. આ પહેલી ઘટના છે અને માવજી પટેલને મનાવવા એ સૌથી મહત્વનો મુદ્દો છે. માવજી પટેલ જેઓ ભાજપના સિનિયર નેતા છે 1990 માં જનતા દળની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે તેઓએ ભાજપ અને અપક્ષ બંનેમાં ઉમેદવારી નોંધાવી છે એટલે તે અત્યારે પ્રદેશ કક્ષાના જે નેતાઓ છે તેમને મનાવવા માટે આ મથામણ કરી રહ્યા છે.

ભાજપને વિશ્વાસ છે કે ઘીના ઠામમાં ઘી હશે અને માવજી પટેલ માની જશે. પરંતુ જો માવજી પટેલ વાવ વિધાનસભાની ચૂંટણી અપક્ષમાં લડે તો ભાજપ માટે કપરા ચઢાણ છે. અત્યારે તો ઠાકોર મત બેંક પર નજર રાખી અને ઠાકોર સમાજના ઉમેદવારને ભાજપે ઉતાર્યો છે. પરંતુ જો માવજી પટેલ ચૂંટણી લડે તો ભાજપ માટે કપરા ચઢાણ હશે. ત્યારે આ તમામ બાબતોની સ્પષ્ટતા કરી હતી. સાથે સાથે વાવ વિધાનસભામાં રોડ રસ્તા પાણી કેનાલના પ્રશ્નોને લઈને જે કામો કર્યા છે તેનું પણ લઈ અને તેવું આ ચૂંટણીમાં જનતા વચ્ચે જશે તેવા નિવેદનો કર્યા છે.