વડોદરાની GIPCLને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, બોમ્બ સ્ક્વોડ સહિતનો કાફલો ઘટનાસ્થળે

વડોદરા: વડોદરામાં આવેલી GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા મેઇલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. કંપનીના મુખ્ય અધિકારીના મેઇલ પર ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. કંપનીમાં થર્મલ, રીન્યુએબલ અને માઇન્સનું પ્રોડક્શન થાય છે. તેમજ સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ પણ કંપનીમાં છે.
GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી છે. SOG, ક્રાઈમ બ્રાન્ચ, PCB, સ્થાનિક પોલીસ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. કંપની પર BDDSની ટીમ પણ પહોંચી હતી. તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ ના મળી આવતા રાહતનો શ્વાસ લીધો હતો.