એમેઝોન-ફ્લિપકાર્ટની મુશ્કેલી વધી, EDએ 19 જગ્યાએ પાડ્યા દરોડા
Amazon-Flipkart: EDએ Amazon-Flipkart પર સામાન વેચતા ઘણા સેલર્સની ઓફિસ પર દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સેલર્સ પર વિદેશી રોકાણના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. EDએ બેંગલુરુ દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદમાં ઘણા સેલર્સની ઓફિસ પર દરોડા પાડ્યા છે. આ પહેલા સીસીઆઈએ આ અંગે ઈ-કોમર્સ કંપનીઓને ઘણી વખત નોટિસ મોકલી છે.
ઘણી વખત ચેતવણી આપી
એક અહેવાલ પ્રમાણે EDએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સામાન વેચતા ઘણા વિક્રેતાઓની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સીસીઆઈએ તેમને ઘણી વખત ચેતવણી આપી હતી. આ સેલર્સ પર વિદેશી હૂંડિયામણના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. EDએ હવે આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. ઇડી તપાસ કરશે કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાતા ઉત્પાદનોની કિંમતો પરોક્ષ રીતે કેવી રીતે અસર કરી રહી છે.
આ પણ વાંચો: પુણે ટેસ્ટમાં હાર બાદ ગૌતમ ‘ગંભીર’, ખેલાડીઓનો આરામ કર્યો હરામ
સ્થળોના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી
એક રિપોર્ટ પ્રમાણે EDએ દેશમાં 19 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સ્થળના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. બીજી બાજૂ કંપનીઓ તરફથી પણ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. મહત્વની વાત એ છે કે આ બંને કંપનીઓએ ભારતમાં વિકસતા ઈ-કોમર્સ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ED છેલ્લા કેટલાક વર્ષોથી આ બંને કંપનીઓના બિઝનેસ મોડ્યુલની તપાસ કરી રહી છે.