November 21, 2024

રૂ જેવાં સોફ્ટ અને સિલ્કી હેર માટે અજમાવી જુઓ આ હેરજેલ

Hair Gel: વરસાદના દિવસોમાં વાળ ખરવાની સમસ્યા મોટા ભાગના લોકોને થતી હોય છે. વાળ ખરવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો તો તમારા માટે અમે હેર માસ્ક લઈને આવ્યા છીએ. જેના થકી તમે તમારા વાળને સિલ્કી બનાવી શકો છો. જેના કારણે તમારા વાળ ખરવાનું ઓછું થઈ જશે. આ માસ્ક લગાવ્યા બાદ તમે શેમ્પૂનો ઉપયોગ કરો. આવું કરવાથી તમારા વાળ સુંદરની સાથે ચમકદાર બની જશે. આવો જાણીએ કે કેવી રીતે બનાવશો આ હેર માસ્ક.

અળસીના બીજમાંથી માસ્ક બનાવો
અળસી વાળ માટે ખુબ ફાયદાકારક છે. તમારા વાળ માટે અળસી વરદાન રૂપ છે. તમે પણ અમે તમને જણાવીશું તે પ્રમાણે અળસીનું હેર માસ્ક બનાવી શકો છો. જેમાં તમારે 3-4 ચમચી અળીસી લેવાની ત્યારબાદ તમે પાણીની સાથે તેને ઉકાળી લો. પાણી જ્યારે ઉકળવા લાગે અને ઘટ્ટ થઈ જાય અને જેલ સ્વરૂપે દેખાવા લાગે ત્યારે ગેસ બંધ કરીને તેને ગાળી લો. આ સમયે જ તેને કોઈ પણ બોટલમાં નાંખી દો. તેનું કારણ એ છે કે જો આ જેલ ઠડું થઈ જશે તો ચોંટવા લાગે છે. ત્યારબાદ તેમાં તમે 2 વિટામિન E કેપ્સ્યુલ ઉમેરો.

આ પણ વાંચો: ઉપવાસ માટે આ રીતે બનાવો કાચા કેળાની કચોરી

જેલ કેવી રીતે લગાવવું
તમે આ જેલને 10-15 દિવસ માટે સ્ટોર કરી શકો છો. આ જેલને તમે એર-ટાઈટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં રાખી દો. જ્યારે તમે તેનો ઉપયોગ કરવા માંગો છો ત્યારે એને બહાર કાઢીને તમે વાળમાં લગાવી દો અને થોડો સમય રહેવા દો. ત્યાર પછી તમે શેમ્પુ લગાવી શકો છો. થોડા જ દિવસમાં તમારા વાળમાં બદલાવ જોવા મળશે. તમારા વાળ ખરતા બંધ તો થઈ જશે, પરંતુ તેની સાથે તમારા વાળ ચમકદાર થઈ જશે.