December 3, 2024

ભુજના નારણપર ગામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બે સગા ભાઈઓની હત્યા

કચ્છ: ભુજના નારણપર ગામે ડબલ મર્ડરનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં બે સગા ભાઈઓની નિર્મમ હત્યાથી સનસની ફેલાઈ છે. નારણપર ગામે મોડી રાત્રે બનેલ ડબલ મર્ડરની ઘટના બાદ પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નારણપર ગામે ગઈકાલે રાત્રે 12:30 વાગ્યાંના અરસામાં હત્યાનો બનાવ બન્યો છે, જેમાં બે સગા ભાઈઓની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકએ આરોપીઓને મારાં ભાઈને ખોટા રવાડે ચડાવો તેવું કહેતા અથડામણ થઇ હતી, જે બાદ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી બંન્ને ભાઈઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: મલાઈકાના પિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, મોતના કારણનો થયો ખુલાસો

મૃતક બંને ભાઈઓની વાત કરીએ તો ગુલામ ભચુ જત (ઉં.વ. 30) અને કાદર ભચુ જત (ઉં.વ. 28)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હાલમાં માનકુવા પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.