UPI યુઝર્સ સાથે એક વર્ષમાં થઈ કરોડો રૂપિયાની છેતરપિંડી
UPI: આજના સમયમાં મોટા ભાગના લોકો ડિજિટલ પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. પરંતુ ડિજિટલ પેમેન્ટમાં પણ લોકોના પૈસા સેફ નથી. UPI ને લઈને એક મોટો ખુલાસો થયો છે. UPI દ્વારા એક વર્ષમાં અંદાજે 485 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.
1 વર્ષમાં 485 કરોડની છેતરપિંડી
વર્ષ 2024-25માં UPI પેમેન્ટ્સમાં ઓનલાઈન છેતરપિંડીમાં 485 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નાણા મંત્રાલયના ડેટા પ્રમાણે UPI દ્વારા છેતરપિંડીની લગભગ 6 લાખ 32 હજાર ઘટનાઓ નોંધાઈ છે. વર્ષ 2022-23માં ઓનલાઈન પેમેન્ટમાં 27 લાખ લોકો સાથે છેતરપિંડી થઈ હતી. લોકોને 2145 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 2023-24માં 13 લાખથી વધુ છેતરપિંડીના કેસ નોંધાયા, જેમાં કુલ 1087 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.
આ પણ વાંચો: દુબઈની ધરતી પર IND vs PAK વચ્ચે આ તારીખે થશે મુકાબલો
છેતરપિંડીની થવા પાછળનું એક મોટું કારણ
સરકારના રિપોર્ટ પ્રમાણે UPI સાથેની ઘટનાઓમાં વધારો થયો છે તેનું કારણ એ છે કે યુઝર્સની સંખ્યામાં ઝડપી વધારો થઈ રહ્યો છે. નાણા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં કહ્યું કે ટેક્નોલોજીની દુનિયામાં ઝડપથી નવી નવીનતાઓ આવી રહી છે. જેના કારણે આપણે ઘણા નિયમોનું પાલન કરવું પડશે.