અમેરિકામાં ચૂંટણી પહેલા અનેક બેલેટ બોક્સમાં લાગી આગ
US Presidential Election: અમેરિકામાં ચૂંટણી પહેલા અનેક બેલેટ બોક્સમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગના કારણે હજારો બેલેટ બોક્સ બળીને ખાખ થઈ ગયા છે.
બેલેટ બોક્સમાં આગ
અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. ચૂંટણીમાં ડેમોક્રેટ અને રિપબ્લિકન વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે. બંને પક્ષ પોતાની પુરી તાકાત લગાવી રહ્યા છે. બેલેટ બોક્સમાં આગ લાગવાનો બનાવની શંકા થતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી ઘટનાઓની તપાસ કરવામાં આવી રહી છે. વોશિંગ્ટનના પોલિંગ બૂથ પર ઘણા બેલેટ બોક્સમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાય છે. બેલેટ બોક્સમાં આગ લાગવાનું કારણ નક્કી થયું નથી.
આ પણ વાંચો: મારુતિ-ટાટા સહિતની આ કંપનીઓમાં મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ
લોકશાહી પર સીધો હુમલો’
આવી માહિતી પણ સામે આવી હતી કે વોશિંગ્ટન અને ઓરેગોનમાં આગ લાગતા મતપેટીઓની બહાર એક શંકાસ્પદ ઉપકરણ લગાવવામાં આવ્યું હતું. બોક્સમાં ફાયર સપ્રેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. પોર્ટલેન્ડના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે વોશિંગ્ટન અને પોર્ટલેન્ડની ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે. પ્રી-પોલમાં મતદાન કરવા છતાં તેમનો મત નોંધાયેલ ન હોય, તો તેઓએ ફરીથી મતદાન માટે અરજી કરવી જોઈએ.