July 7, 2024

Vadodara : વડોદરા તળાવ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં, 6 જર્જરિત શાળાઓને નોટિસ

વડોદરા હરણી તળાવમાં બોટકાંડ બાદ કોર્પોરેશન આવ્યું એક્શનમાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશન હસ્તકની શાળાઓ આંગણવાડી, વોર્ડ ઓફિસ, મુખ્ય ઓફિસ, ઝોન ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતની તમામ જગ્યાઓ પર ફાયર સેફ્ટીના સાધનોની હાલની સ્થિતિ અંગે સર્વે કરવા સૂચના અપાઇ. બીજી બાજુ કોર્પોરેશન હસ્તક આવતી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની અકોટામાં આવેલી 6 શાળાઓ જર્જરિત હાલતમાં હોવાથી આ શાળાનો ઉપયોગ ન કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.

નોંધનીય છે કે વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં ન્યુ સનરાઈઝ સ્કૂલના 14 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોતને લઈને રાજ્યભરમાં ગુસ્સો જોવા મળ્યો હતો. વડોદરા શહેરના હરણી મોટનાથ તળાવમાં હોડી હોનારત બાદ કોર્પોરેશનનું તંત્ર એકશનમાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશન હસ્તકની શાળાઓ આંગણવાડી, વોર્ડ ઓફિસ, મુખ્ય ઓફિસ વિગેરે સહિતની તમામ ઈમારતોની મજબુતાઇ છે કે નહીં અને તેમાં ફાયર સેફટીના સાધનોની હાલની સ્થિતિ અંગેનો સર્વે કરવા સુચના આપી છે.

માહિતી અનુસાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક પ્રાથમિક શિક્ષણ સમિતિની પશ્ચિમ વિસ્તારમાં અકોટામાં આવેલી છ શાળાના મકાન જર્જરિત થયેલી હતી જેને લઇને તંત્રએ આ શાળાનો ઉપયોગ નહીં કરવા શાળા પર નોટિસ ચોંટાડી દેવામાં આવી છે. આ છ શાળાનું અન્ય સ્થળે સ્થળાંતર કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. બીજી બાજુ પૂર્વ ઝોનની ચાર શાળાની સ્ટ્રકચરલ સ્ટેબિલિટિનો સર્વે હાથ ધર્યો છે.