November 23, 2024

વડોદરાવાસીઓ વરસાદથી વ્યથિત! લોકો સરસામાન લઈ બ્રિજ નીચે પહોંચ્યા

વડોદરાઃ સમગ્ર જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. ત્યારે વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે. પરશુરામ ભટ્ટા મહાકાળી નગરના સ્થાનિકો બ્રિજના સહારે આવી ગયા છે. લોકો ઘરનો સરસામાન લઈને બ્રિજની નીચે જતા રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી લોકોને હાલાકી પડી રહી છે. તે છતાં તંત્ર ધોર નિદ્રામાં છે. સામાજિક સંસ્થાઓ તેમને ભોજન પહોંચાડે છે.

આ પણ વાંચોઃ વિશ્વામિત્રીના પાણી SSGમાં ઘૂસ્યાં, સગર્ભા મહિલાઓને પહેલા માળે ખસેડી

સ્થાનિકો કહી રહ્યા છે કે, ‘મહાનગરપાલિકાના કોઈપણ લોકો મદદે આવ્યા નથી. અમારા ઘર સંપૂર્ણપણે વિશ્વામિત્રીના પૂરમાં તણાઈ ગયા છે. કોઈ સત્તાઘીશ અમને મળવા આવ્યા નથી.’

SSG હોસ્પિટલમાં વિશ્વામિત્રીના પાણી ઘૂસ્યાં
વિશ્વામિત્રીના પાણી SSG હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા છે. રુક્ષ્મણી ચયનાની પ્રસ્તૃતિ ગૃહ પાસે કમરસમા પાણી ભરાયા છે. પ્રસ્તુતિ માટે તાત્કાલિક સારવાર ઉપરના માળે ખસેડવામાં આવી છે. સગર્ભા મહિલા ભરાયેલા પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ છે. સારવાર અર્થે પાણીમાં પસાર થઈ અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે.

આ પણ વાંચોઃ વડોદરામાં દિલધડક રેસ્ક્યૂ, 13 સભ્યોને NDRFએ બચાવ્યાં

વડોદરામાં 13 જણાંનું દિલધડક રેસ્ક્યૂ
શહેરમાં વરસાદે તારાજી સર્જી છે. ખાસવાડી નજીક પરિવારનું રેસ્ક્યૂ કર્યું છે. પરિવારના 13 સભ્યોનું NDRFએ રેસ્ક્યૂ કર્યું છે. NDRF દ્વારા મોડી રાત્રે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરિવાર પાણીથી બચવા છાપરાં પર બેસ્યો હતો. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ત્યારે નદીકાંઠે આવેલા તમામ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેને કારણે અનેક લોકોના મકાન હાલ પણ પાણીમાં છે.