વડોદરા પાલિકાના એન્જિનિયરોનું વિરોધ પ્રદર્શન
વડોદરા: શહેરમાં હરણી બોટ કાંડ મામલો વડોદરા નગરપાલિએ 2 અધિકારીઓને ફરજ મુક્ત કર્યા છે. જેની સામે સોમવારે પાલિકામાં કામ કરતા 100થી વધુ એએન્જિનિયરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહત્વનું છેકે, હરણી કેસમાં અત્યાર સુધીમાં 20 લોકો વિરૂદ્ધ પ્રથમ FIR નોંધાઈ ગઈ છે.
વડોદરા મહાનગરપાલિકા હરણી દુર્ધટનાને લઈને બે એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેને લઈ સાથી એન્જીનીયરોમાં નારાજગી છે. આથી તમામ એન્જિનિયરો આજે માસ.સી એલ પર ઉરી વડોદરાના બદામાડી ખાતે મૌન ધરણાં યોજાયા હતા. પાલિકા દ્વારા હરણી લેક્ઝોનના પ્રોજેકટના સુપરવિઝનમાં નિષ્કાળજી બદલ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઉતરઝોનમાં જીગર સાયાનીયા, એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. મિતેષ માળી જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ફયૂચરીસ્ટીક સેલમાં ફરજ બજાવે છે. આ બંન્ને એન્જીનીયરને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે. જેને લઇને સાથી એન્જિનિયરોમાં નારાજગી જોવા મળી હતી.
મળતી માહિતી અનુસાર, અંદાજીત 100 જેટલા એન્જિનિયરો આજે પાલિકામાં માસ સી એલ પર ઉતરી ગયા હતા અને સસ્પેન્શનનો વિરોધ કર્યો હતો. બોટ કાંડના સમગ્ર મામલે પોલિસ દ્વારા અત્યાર સુધીમાં જે 20 લોકો સામે પ્રથમ FIR નોંધી હતી એ તમામને પકડી લેવામાં આવ્યા છે. ત્યારે વડોદરા મહાનગપાલિકાના આ બંન્ને મહાશયો સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવશે કે કેમ તે એક સવાલ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે મિતેષ માળી કોન્ટ્રાક્ટ કર્મચારી છે જ્યારે જીગર સાયાનિયા 12 વર્ષ પૂર્વે પાલિકામાં કાયમી કર્મચારી તરીકે જોડાયો હતો. પાલિકા દ્વારા અગાઉ પણ 6 અધિકારીઓ અને કર્મચારીઓની વિરૂદ્ધમાં શો કોઝ નોટિસ આપી ચૂકી છે.