July 5, 2024

Vadodara : એસ.જયશંકર ગુજરાતની મુલાકાતે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જયશંકર ગઈકાલે રાત્રે વડોદરા પહોંચ્યા હત. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જયશંકર વડોદરા પાસે કેવડિયાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. માહિતી અનુસાર વિદશે મંત્રી જયશંકર 30 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે છે. ઉલ્લેખનીય છે કે જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે.

જયશંકર ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત બે દિવસ દરમિયાન નર્મદા જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. માહિતી અનુસાર આજે ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ સ્કિલ સેન્ટરના ઉદ્ધાટનમાં ભાગ લેશે. આ ઉપરાંત જયશંકર રાજપીપળા ખાતે ગર્લ્સ કેમ્પસ, ચિલ્ડ્રન હોમ ખાતે લેબ અને સ્માર્ટ ક્લાસના ઉદ્ધાટનમાં હાજરી આપશે. આ કાર્યક્રમ બાદ જયશંકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાછરસ ખાતે નવી એમ્બ્યુલન્સને પણ ફ્લેગ ઓફ કરશે. વિદેશ મંત્રી જયશંકર 30 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યે વડોદરાથી રવાના થશે.

આ પણ વાંચો : BJPનો ભરતી મેળો યથાવત, કોંગ્રેસથી અનેક ધારાસભ્યોએ છેડો ફાડ્યો

અગાઉ 2 દિવસ પહેલાં શનિવારે જયશંકરે દિલ્હીમાં 7મા ઈન્ડિયા-યુએસ ફોરમમાં વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત-યુએસ ફોરમની ચર્ચાઓ વિશ્વાસ અને નિખાલસતા દર્શાવે છે જે બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને દર્શાવે છે. અગાઉ જયશંકરે આ પહેલા EAMએ તેમના ફ્રેન્ચ સમકક્ષ સ્ટેફન સેજોર્ન સાથે મુલાકાત કરી હતી અને વિવિધ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચાઓ પણ કરી હતી. ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારીની શાશ્વત ભાવનામાં યોજાયેલી આ બેઠકમાં બંને રાષ્ટ્રોને સંબંધિત મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.