September 19, 2024

ભાગડાખોડ ગામ 24 કલાકથી સંપર્કવિહોણું, NDRFની ટીમે દંપતિનું રેસ્ક્યૂ કર્યું

વલસાડઃ તાલુકાનું ભાગડાખોડ ગામ છેલ્લા 24 કલાકથી સંપર્કવિહોણું છે. ભાગડાખોદ ગામમાં 24 કલાકથી કોઈ પણ પ્રકારની મદદ પહોંચી નથી. ત્યાંના લોકો મદદની ગુહાર લગાવી રહ્યા છે. આજરોજ ભાંગડાવાળા ગામે એક પ્રેગનેન્ટ મહિલાનું પણ એનડીઆરએફ અને વહીવટી તંત્રની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ત્યારે ફરી એકવાર ઔરંગા નદીના જળસ્તરમાં વધારો થતા વલસાડ શહેરનું બંદર રોડ બેટમાં ફેરવાયું છે. લોકો ભૂખ્યા તરસ્યા 24 કલાકથી ઘરોમાં પૂરના પાણીમાં હાલાકી ભોગવી રહ્યા છે.

NDRFની ટીમે દંપતિનું રેસ્ક્યૂ કર્યું
વલસાડના ભાગડાખોડ ગામે મુંબઈથી રક્ષાબંધનનો તહેવાર મનાવવા આવેલા દંપતિનું NDRF દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મુંબઈથી ભાઈને રાખડી બાંધવા આવેલા બહેનની તબિયત લથડતા ફૂડ વિતરણ કરવા ગયેલા એનડીઆરએફ દ્વારા તેમને રેસ્ક્યૂ કરી વલસાડ પહોંચાડવામાં આવ્યા છે. મુંબઈની કંસારા ફેમિલી બે દિવસથી ભાગડાખોડ ગામમાં ફસાયું હતું. કંસારા ફેમિલીએ ભાગડાખોડ ગામે આવેલી પૂરની પરિસ્થિતિ જણાવી 24 કલાક ભગવાન ભરોસે ગામલોકો રહ્યા હતા.