May 9, 2024

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો

valsad tapi district unseasonal rain farmers worried about crop

વલસાડ સહિત તાપી જિલ્લામાં કમોસમી વરસાદ

વલસાડ, તાપીઃ રાજ્યમાં દક્ષિણ વિસ્તારમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અચાનક જ ત્યાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વલસાડ સહિત તાપી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તો બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

વલસાડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો

ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ
મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. ત્યારે વરસાદ પડતાં જ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ, કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. ખેતરોમાં ઊભેલા પાકને કમોસમી વરસાદને કારણે નુકસાન થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી-બિલ ગેટ્સ વચ્ચે સંવાદ, જાણો શું કહ્યું…

તાપીમાં પણ કમોસમી વરસાદ
તાપીમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે જિલ્લાના વ્યારા અને સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આવ્યો હતો. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારે વરસાદને લઈને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો પણ ચિંતાતુર બન્યાં છે.

ડાંગમાં આહ્લાદક વાતાવરણ છવાયું

ડાંગમાં પણ કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો છે. આહવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વઘારો થયો છે.