May 20, 2024

મતદાનમાં ટોપ-10માં બે વિધાનસભાની સીટ પર INDI અલાયન્સનો દબદબો

વિવેક ચુડાસમા, અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીની મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તમામ 25 સીટ પર ઉભેલા તમામ ઉમેદવારોના ભવિષ્ય ઇવીએમમાં કેદ થઈ ગયા છે અને સ્ટ્રોંગરૂમ પણ સીલ કરી દેવામાં આવ્યા છે. જે આગામી 4થી જૂને ખૂલશે અને નક્કી કરશે કે કોની સરકાર બનશે. તે પહેલાં નજર કરીએ એ આંકડા પર જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ MLA ઉભા રાખ્યા છે.

આણંદ – અમિત ચાવડા
ભરૂચ – ચૈતર વસાવા
ભાવનગર – ઉમેશ મકવાણા
વલસાડ – અનંત પટેલ
બનાસકાંઠા – ગેનીબેન ઠાકોર

ઉપરોક્ટ પાંચેય સીટ પર કોંગ્રેસ-આપના વર્તમાન ધારાસભ્યને લોકસભા ચૂંટણી લડાવવામાં આવી છે. ત્યારે હવે નજર કરીએ આ બેઠક પર કેટલા ટકા વોટિંગ થયું છે.

આણંદ – 63.96
ભરુચ – 68.75
ભાવનગર – 52.01
વલસાડ – 72.74
બનાસકાંઠા – 68.44

હવે વાત કરીએ કોંગ્રેસના ઉમેદવાર જ્યાં હાલ ધારાસભ્ય છે તે વિધાનસભા ક્ષેત્રની. તો ત્યાંના આંકડા પર એક નજર કરીએ.

ઉમેેદવાર પાર્ટી ક્યાંથી MLA છે? કેટલું મતદાન?
ગેનીબેન ઠાકોર કોંગ્રેસ વાવ 68.5
અમિત ચાવડા કોંગ્રેસ આંકલાવ 70.72
અનંત પટેલ કોંગ્રેસ વાંસદા 74.4
ચૈતર વસાવા આમ આદમી પાર્ટી ડેડિયાપાડા 83.95
ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી બોટાદ 55.5

ઉપર ટેબલ પ્રમાણે વાત કરીએ તો, ડેડિયાપાડામાં સૌથી વધુ મતદાન થયું છે. આ ઉપરાંત ગુજરાતની તમામ લોકસભા બેઠકમાં સૌથી વધુ મતદાન વિધાનસભા ક્ષેત્ર પ્રમાણે ડેડિયાપાડામાંથી જ થયું છે. ત્યાંથી હાલ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા મેદાનમાં ઉતર્યા છે. તેમની સામે સતત 35 વર્ષથી સાંસદ રહેલા ભાજપના મનસુખ વસાવા છે.

ત્યારબાદ વાત કરીએ વાંસદાની. તો વલસાડ લોકસભા વિસ્તારમાં ક્ષેત્રમાં આવતી વાંસદા વિધાનસભા પણ વોટિંગ કાઉન્ટમાં ટોપ-10માં આઠમા નંબરે છે. આ ઉપરાંત સૌથી વધુ વોટિંગ પણ વલસાડ લોકસભા બેઠક પર થયું છે. વર્ષ 2019ની ચૂંટણીમાં પણ સૌથી વધુ વોટિંગ આ જ બેઠક પર થયું હતું.