વલસાડમાં 9.30 કરોડના ખર્ચે બનાવેલા પેડસ્ટલ બ્રિજનો પિલ્લર ધસી પડ્યો, કામગીરી પર સવાલ
હેરાતસિંહ રાઠોડ, વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામે 9.30 કરોડના ખર્ચે નવનિર્માણ પેડેસ્ટલ બ્રિજના પિલર અને એપ્રોચનું બાંધકામ ખાડીના પાણીના ધોવાણથી ધસી પડ્યું છે. જેને લઈને બ્રિજની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડીમાં 126 મીટર લાંબો અને સાડા પાંચ મીટર પહોળો વલસાડ આર એન્ડ બી અંડર સોના બિલ્ડર નામની એજન્સી આ પેડેસ્ટલ બ્રિજ રૂપિયા સાડા નવ કરોડના ખર્ચે બનાવી રહી હતી. દરિયાકિનારા અને ખાડીની વચ્ચે આ બ્રિજ ઉમરસાડી દરિયાની સુંદરતાને લઈને બની રહ્યો હતો.
ત્યારે ખાડીમાં પાણી આવતા ધોવાઈ ગયો હતો અને બ્રિજનો પિલ્લર આજરોજ ધરાસાયી થયો હતો. બ્રિજના એપ્રોચના બાંધકામ સાથે અડીને અટક્યો હતો. જો કે, ઘટના બનતા બ્રિજની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. કોન્ટ્રાકટર અને અધિકારીની કામગીરી પર શંકાની સેવાઈ રહી છે.