November 22, 2024

દિવાળી પહેલા શાકભાજીના ભાવમાં વધારો, જાણો લેટેસ્ટ ભાવ

Vegetable Price Hike: દેશમાં એક પછી એક તહેવારો આવી રહ્યા છે. બીજી બાજૂ વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર માલ પણ ખરાબ થઈ ગયો છે. જેના કારણે મોંઘવારીમાં તેજી જોવા મળી રહી છે. આ વચ્ચે શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો ભાવ વધતા પરેશાન થઈ રહ્યા છે.

શાકભાજીના ભાવ
તહેવારો એક બાદ એક આવી રહ્યા છે અને બીજું કારણ કોઈ જગ્યાએ ભારે વરસાદ તો કોઈ જગ્યાએ ઓછો વરસાદ હોવાના કારણે શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ડુંગળીનો ભાવ 70-80 રૂપિયા, ટામેટાનો ભાવ 90-100 અને બટાકાના ભાવ 40-50 રૂપિયા છે. ભીંડાનો ભાવ 90 રૂપિયા પ્રતિ કિલો અને કોબીજ 100 રૂપિયા પ્રતિ કિલોના દરે માર્કેટમાં મળી રહ્યો છે. લસણની કિંમત 400 રૂપિયા છે. એટલે તમામ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: દિવાળીમાં ફરવા જવાનો પ્લાન હોય તો આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ

મંત્રાલયની વેબસાઇટ માહિતી
મંત્રાલયની વેબસાઇટ પર તમને આ વિશેની માહિતી મળી રહેશે. ગુજરાત હોય કે દિલ્હી તમામ જગ્યાએ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં શાકભાજીના ભાવની વાત કરવામાં આવે તો બટાકાની કિંમત હાલ 33 રૂપિયા છે એક વર્ષ પહેલા 28 રૂપિયાની તેની કિંમત હતી. અત્યારે ડુંગળીનો ભાવ 60 રૂપિયા છે એક વર્ષ પહેલા તેનો ભાવ 40 રૂપિયા હતો. ટામેટાના ભાવની વાત કરવામાં આવે તો હાલ 92 પ્રતિ કિલો છે આ પહેલા તેનો ભાવ 32 પ્રતિ કિલો હતો.