November 22, 2024

શું પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ સાથે કોઈ ષડયંત્ર હતું?

Vinesh Phogat Joins Congress: છેલ્લા એક મહિનાથી વિનેશ ફોગાટ નામ ચર્ચામાં આવ્યું છે. હવે આજના દિવસે કુસ્તીબાજ વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ ગઈ છે. રાજકારણમાં એન્ટ્રી કર્યા પછી વિનેશે પ્રેસ કોન્ફરન્સમાં એક મોટું નિવેદન આપ્યું હતું.

વિનેશ ફોગટે કહી આ વાત
રાજકારણમાં આવ્યા બાદ તેણે પેરિસ ઓલિમ્પિક 2024ના વિવાદ પર પ્રેસ કોન્ફરન્સમાં મોટું નિવેદન આપ્યું છે. અયોગ્યતાના મુદ્દે તેમણે કહ્યું કે હજુ પણ લડાઈ ચાલી રહી છે. અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને આશા છે કે અમે ચોક્કસ જીતીશું. આ લડત હજૂ સમાપ્ત થઈ નથી. જીવનની કોઈ પણ લડતમાં મેં હાર માની નથી. હવે આ નવી સફરમાં દેશ પ્રત્યેની મારી લાગણી માત્ર બોલવા સુધી સીમિત નથી રહી.

આ પણ વાંચો: લિજેન્ડ્સ લીગ ક્રિકેટના શેડ્યૂલની જાહેરાત, સુરતમાં રમાશે આટલી મેચ

વિનેશે નિવૃત્તિ લીધી
વિનેશ ફોગાટને ફાઈનલમાં ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ત્યારબાદ તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. લોકોને પહેલો ઝટકો લાગ્યો કે તેને ફાઈનલમાંથી બાકાત કરવામાં આવી હતી, બીજો ઝટકો ત્યારે લાગ્યો કે જ્યારે ફાઈનલમાં વિનેશને બાકાત કરતા વિનેશે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઘણા સ્ટાર એથ્લેટ્સ અને રમતવીરોએ વિનેશના સમર્થનમાં પોસ્ટ કર્યું હતું. ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ વિનેશને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.