November 22, 2024

વિરાટ કોહલી બનાવશે નવો રેકોર્ડ, આવું કરનાર માત્ર 3 ભારતીય બેટ્સમેન

Virat Kohli: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થવાની છે. પહેલી મેચ આજના દિવસે બેંગલુરુમાં રમાવાની છે. આ સિરીઝમાં દરેકની નજર વિરાટ કોહલી પર રહેલી છે. તેઓ વધુ એક માઈલસ્ટોન હાંસલ કરી શકે છે. વિરાટ જે રેકોર્ડ નજીક પહોંચવાનો છે તે અત્યાર સુધીમાં ત્રણ બેટ્સમેન જ કરી શક્યા હતા. આ પછી હવે વિરાટ ચોથો એવો ખેલાડી બની શકે છે. વિરાટ હવે તે રેકોર્ડની ખૂબ જ નજીક છે.

રન બનાવનાર બેટ્સમેન
અત્યાર સુધીમાં સૌથી વધારે ટેસ્ટ મેચમાં રન બનાવનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો તેમાં પહેલું નામ સચિન તેંડુલકરનું આવો છે. તેણે 200 ટેસ્ટ મેચમાં 15,921 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે તે દુનિયામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન પણ છે. આ પછી રાહુલ દ્રવિડનું નામ આવે છે. તેણે 163 મેચમાં 13,265 રન બનાવ્યા છે. રાહુલ પછી સુનીલ ગાવસ્કરનું નામ આવે છે. તેણે ભારત માટે 10 હજાર ટેસ્ટ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યા છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની મેચ ફી માત્ર 200 રૂપિયા, વાંચો તેમની સંઘર્ષ સફર…

વિરાટ કોહલી છે રેકોર્ડથી નજીક
સુનીલ ગાવસ્કરે ટેસ્ટ મેચ 125 રમી છે જેમાં તેણે 10,122 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાના ત્રણ જ બેટ્સમેન એવો છે જેણે 10 હજારનો આંકડો પાર કર્યો હતો. આ પછી હવે વિરાટનું નામ સામેલ થઈ શકે છે. વિરાટ હવે આ આંકડાની ખૂબ જ નજીક પહોંચવાનો છો. વિરાટની વાત કરવામાં આવે તો તેણે ટેસ્ટ મેચમાં 115 મેચ રમી છે અને 8947 રન બનાવ્યા છે. તેણે હવે આ રેકોર્ડ તોંડવો હશે તો તેને વધુ 1053 રનની જરૂર છે. જો તેઓ સતત રમતા રહેશે તો થોડા જ સમયની અંદર તેઓ આ રેકોર્ડ તોડી પણ શકે છે. જોકે આ રેકોર્ડ બનાવવા માટેનો આંકડા ઘણો દૂર છે.