બોલિવૂડના પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટરે વિરાટ કોહલી વિશે કહી આ વાત
Virat Kohli: વિરાટ કોહલી હમેંશા ચર્ચામાં રહે છે. તે ઘણી બધી જાહેરાતમાં પણ જોવા મળે છે. આ વચ્ચે લોકપ્રિય કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનને એક મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વિરાટે એક્ટિંગ અને ફિલ્મોથી દૂર રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે મુકેશ છાબરાએ ડંકી, જવાન અને દંગલ જેવી ફિલ્મો કરી છે.
છોલે ભટુરેનો છે ફેન
મુકેશ છાબરાએ કહ્યું કે વિરાટ પહેલેથી જ સારો એક્ટર છે. તે પંજાબી છે. મુકેશનું કહેવું છે કે વિરાટ કોહલી કોઈ પણ જવાબદારીને સારી રીતે સંભાળી શકે છે. પછી તે સ્પર્ધા હોય, ફિટનેસ હોય, દેખાવ હોય કે માનસિકતા, દરેક ક્ષેત્રમાં વિરાટની માનસિકતા ખુબ જ સારી જોવા મળી રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ પ્રમાણે વિરાટ છોલે ભટુરેનો ચાહક છે. મુકેશ છાબરાએ જણાવ્યું કે, તે લગભગ 5-6 વર્ષ પહેલા એક પાર્ટીમાં વિરાટને પહેલી વાર મળ્યો હતો અને આજે તે દરેક માટે રોલ મોડલ બની ગયો છે. પછી દેશ હોય કે વિદેશ તેને ચાહનારા લોકોની સંખ્યા ખૂબ વધારે છે.
આ પણ વાંચો: Lausanne Diamond Leagueમાં નિરજનો 89.49 મીટરનો થ્રો, સિઝનનો સૌથી શ્રેષ્ઠ થ્રો
ફિલ્મોમાં ન જવું જોઈએ
મુકેશ છાબરા બોલિવૂડમાં એક બેસ્ટ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે ઓળખાય છે. મુકેશનું કહે છે કે વિરાટ કોહલી ખૂબ જ મજાક કરનાર વ્યક્તિ છે. તે ડાન્સ કરી શકે છે, અન્યની નકલ કરી શકે છે અને તેની કોમિક ટાઈમિંગ ઉત્તમ છે. તે દેશને ગૌરવ અપાવવામાં તમામ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. મુકેશના કહેવા પ્રમાણે, ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી પણ વિરાટે ફિલ્મોમાં ન આવવું જોઈએ. પરંતુ એ વાત આપણે ભૂલવી જોઈએ નહીં કે વિરાટે વર્ષ 2017માં બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા.