January 5, 2025

વિરાટ કોહલીએ નવા વર્ષમાં બનાવી દીધો આ શરમજનક રેકોર્ડ

Virat Kohli Shameful Record: ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન આખું વર્ષ કંઈ ખાસ રહ્યું નથી. વિરાટે 2025ની પોતાની પહેલી જ ઇનિંગમાં એક શરમજનક રેકોર્ડ બનાવી લીધો છે. વિરાટના ચાહકોને આશા હતી કે 2025માં વિરાટ શાનદાર શરૂઆત કરશે. પરંતુ તેણે નવા વર્ષમાં પણ શરમજનક રેકોર્ડ બનાવી લીધો છે.

આ પણ વાંચો: 10 મિનિટમાં મળી જશે એમ્બ્યુલન્સ, બ્લિંકિટે શરૂ કરી નવી ઈમરજન્સી સેવા

વિરાટે શરમજનક રેકોર્ડ બનાવ્યો
કોહલીનું પ્રદર્શન હવે સ્લો થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે કોહલીએ સિડની ટેસ્ટમાં 69 બોલનો સામનો કરીને માત્ર 17 રન બનાવ્યા હતા. તેણે ન તો સિક્સ મારી કે ના તો ચોગ્ગો માર્યો. તેની સાથે જ તેની ટેસ્ટ કારકિર્દીની સૌથી લાંબી ઈનિંગ સાબિત થઈ હતી. આ પહેલા વર્ષ 2021માં આવું થયું હતું. આ સમયે તેણે 48 બોલમાં 11 રન બનાવ્યા હતા. વિરાટ તેની પ્રથમ ઇનિંગમાં જ ફ્લોપ રહ્યો છે. 2024માં કરેલી ભૂલોને 2025માં પણ સુધારી શક્યા નથી.