November 22, 2024

કોહલીના નામે ‘વિરાટ’ રનનો રેકોર્ડ, આંકડો પહોંચ્યો 9000 સુધી

Virat Kohli: વિરાટ કોહલી સતત ચર્ચામાં રહે છે. પોતાના અલગ અંદાજના કારણે તેઓ મેદાનમાં કે મેદાન બહાર હમેંશા ચર્ચામાં રહે છે. ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં કોહલી શૂન્ય પર આઉટ થયો હતો. આ સમયે તેમની ખૂબ ટીકા થઈ હતી. પરંતુ તે સમયે પણ તેણે અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે લોકોએ ખૂબ ટીકા કરી હતી. વિરાટે ટીકા કરતા લોકોને જવાબ આપ્યો છે.

વિરાટ કોહલીએ ટેસ્ટમાં બનાવ્યો આ રેકોર્ડ
કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 9 હજાર રન પૂરા કર્યા છે. આ રન પુર્ણ કરવાની તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો. આ રેકોર્ડ બનાવવા માટે તેને ખાલી 53 રનની જરૂર હતી. બીજી મેચ દરમિયાન પણ તે બનાવવામાં સફળ થઈ શક્યો હોત, પરંતુ તેવું શક્ય થયું ના હતું. ત્યારે આજના દિવસે કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 9 હજાર રન પૂરા કર્યા છે. વિરાટ કોહલી સિવાય 3 જ એવા ખેલાડીઓ છે જેણે 9 હજારથી વધારે રન બનાવ્યા છે.

ભારત માટે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન

  • સચિન તેંડુલકર: 15921
  • રાહુલ દ્રવિડ: 13288
  • સુનીલ ગાવસ્કર: 10122
  • વિરાટ કોહલી: 9000
  • વીવીએસ લક્ષ્મણ: 8781

ભારતના આ બેટ્સમેનોએ 10 હજારથી વધુ રન બનાવ્યા
આ પહેલા વિશ્વના મહાન બેટ્સમેનોમાંના રાહુલ દ્રવિડ , સચિન તેંડુલકર, અને સુનીલ ગાવસ્કર આ કરી શક્યા હતા. રાહુલ દ્રવિડે 163 મેચમાં 13,265 રન, સચિન તેંડુલકરે 200 ટેસ્ટ રમીને 15,921 રન અને સુનીલ ગાવસ્કરે 125 ટેસ્ટ મેચમાં 10,122 રન બનાવ્યા છે. હવે કોહલીનો આગામી ટાર્ગેટ 10 હજાર રન બનાવવાનો હશે.