November 25, 2024

વિરેન્દ્ર સેહવાગ કોંગ્રેસમાં જોડાશે?

Virender Sehwag: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હવે ચર્ચા થઈ રહી છે કે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. આવો જાણીએ સેહવાગની આ ચર્ચાને લઈને શું છે સત્યતા.

ચૂંટણી લડી રહ્યા છે
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે સેહવાગ હવે ક્રિકેટના મેદાન પછી હવે રાજકીય મેદાનમાં આવી શકે છે. પૂર્વ ભારતીય બેટ્સમેને આ વાતને લઈને દાવો કર્યો છે. તે કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરી માટે વોટ માંગી રહ્યો છે. અનિરુદ્ધ ચૌધરી હરિયાણાની તોશામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હરિયાણા વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરથી યોજાશે.

આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં રમી રહેલા ખેલાડીઓનો પગાર કેટલો હોય છે?

વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સેહવાગ કોંગ્રેસના અનિરુદ્ધ ચૌધરીને સપોર્ટ કરી રહ્યો છે. વીડિયોમાં એક શાનદાર ટ્રેક્ટર રેલી પણ જોવા મળી રહી છે. એવા પણ અંદાજા લગાવવામાં આવી રહ્યા છે કે તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. સેહવાગના આ વીડિયો પરથી એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. હવે એ જોવાનું રહેશે કે સેહવાગ રાજકીય મેદાનમાં એન્ટ્રી કરે છે કે નહીં.