May 9, 2024

સસ્તામાં વિદેશ પ્રવાસ કરવો છે? તો આ વાંચી લો…

Travel Option: જે લોકો વિદેશમાં ફરવાના શોખીન હોય છે. તેમના માટે સૌથી મોટો પ્રશ્ન ફ્લાઈ્ટના ભાડાનો હોય છે. કોરોના બાદ મોટાભાગની એરલાઈન્સે તેમના ભાવમાં વધારો કર્યો છે. આ સાથે તેમની સેવાઓમાં પણ અવ્યવસ્થા જોવા મળી રહી છે. ત્યારે આજે અમે તમારા માટે એવા 6 દેશો વિશે માહિતી લઈને આવ્યા છીએ. જ્યાં તમે બાઈ રોડથી સરળતાથી પહોંચી શકો છો.

મહત્વનું છેકે, ભારતની સીમા 7 દેશો સાથે જોડાયેલી છે. આ પડોશી દેશમાં તમે રસ્તાના માર્ગે સરળતાથી જઈ શકો છો. આ ઉપરાંત આ દેશોના પ્રવાસની સાથે તમે વિદેશ પ્રવાસ કર્યો હોવાની અનુભૂતિ પણ થાય છે.

નેપાળ
નેપાળ એક ખુબ જ સુંદર દેશ છે. જે આપણો પડોશી દેશ છે. અહીં તમે વીઝા વગર પણ ફરી શકો છો. આ ઉપરાંત નેપાળ ફરવા માટે તમે સુંદર પહાડોના અને નીલગીરીના જંગલોથી ભરેલા રસ્તામાંથી પસાર થઈને પહોંચી શકો છો. બિહારના રસ્તે તમે નેપાળમાં પ્રવેશ કરી શકો છો.

મ્યાનમાર
મિઝોરમના રસ્તે તમે સરળતાથી મ્યાનમારમાં પ્રવેશી શકો છો. મ્યાનમારમાં ફરવા જવા માટે વીઝાની જરુર પડે છે. તમે મ્યાનમારથી રસ્તાના માર્ગે થાઈલેન્ડ પણ જઈ શકો છો. નવેમ્બરથી માર્ચનો સમય મ્યાનમારમાં ફરવાનો બેસ્ટ સમય છે.

ભૂટાન
ભારત અને ભૂટાનની સીમા વચ્ચેનું અંતર સામાન્ય છે. મહત્વનું છેકે, પશ્ચિમ બંગાળના જયગાંવમાં ભારત અને ભૂટાન બંન્ને દેશો એકબીજાથી જોડાયેલા છે. આ જગ્યાએ ફર્યા બાદ તમે ગર્વથી કહી શકો છો તે તમે વિદેશ પ્રવાસ કર્યો છે.

ચીન
સમુદ્રથી 14,400ની ઊંચાઈએ નાથુલા પાસ પાસે સિક્કિમથી ચીન અને તિબ્બતની સીમાને જોડે છે, પરંતુ આ જગ્યાએ જવા માટે વેલિડ પરમિટ હોવી ખુબ જ જરૂરી છે.