શિમલા કરાર શું છે કે જેની પાકિસ્તાનમાં ચર્ચા થવા લાગી?

Shimla Agreement: 22 એપ્રિલનો મંગળવાર ભારત માટે અમંગળ રહ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોનો જીવ ગયા. હવે ભારત પણ આકરા મૂડમાં જોવા મળી રહ્યું છે. ભારત હવે કરો યા મરોની લડાઈ રહ્યું છે. પાકિસ્તાન અત્યારે થંથરી રહ્યું છે કારણ કે ભારત એક પછી એક એવા કરાર તોડી રહ્યું છે જેનાથી પાકિસ્તાનના લોકોનું જીવવું મુશ્કેલ બની જાય. સિંધુ જળ સંધિ કરાર રદ કરી નાંખ્યો છે. પાકિસ્તાન બદલામાં શિમલા કરારનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચાલો જાણીએ કે 1972નો શિમલા કરાર શું છે. આવો જાણીએ આ શિમલા કરાર શું છે?

આ પણ વાંચો: સિંધુ કરાર શું છે અને તેનાથી પાકિસ્તાનને શું ફરક પડે?

શિમલા કરાર શું છે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 જુલાઈ વર્ષ 1972 ના રોજ શિમલા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વર્ષ 1971માં પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં પાકિસ્તાનની હાર થઈ હતી. આ પછી બાંગ્લાદેશ સ્વતંત્ર થયું હતું. આ યુદ્ધમાં ઈન્ડિયાએ 90,000 પાકિસ્તાની સૈનિકોને બંદી બનાવ્યા હતા. યુદ્ધ પછી શાંતિ સ્થાપિત કરવા માટે તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ શિમલામાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. શિમલા કરાર બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા અને સંબંધો સુધારવા માટે કરવામાં આવ્યો હતો. ભારત અને પાકિસ્તાને આ કરાર હેઠળ બંને દેશો વચ્ચેનો વિવાદ પરસ્પર વાત કરીને ઉકેલવામાં આવશે. અમેરિકા કે સંયુક્ત રાષ્ટ્ર જેવો કોઈ ત્રીજો દેશ આમાં દખલ કરશે નહીં.