November 24, 2024

મનુ ભાકરની માતા જ્યારે નિરજ ચોપરાને મળી, લોકો એ કહ્યું ‘રિશ્તા પક્કા’?

Manu Bhaker Mother And Neeraj Chopra: ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં કુલ 6 મેડલ જીત્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ મહિલા શૂટર મનુ ભાકેરે જીત્યો હતો. નિરજ ચોપરાએ ભાલા ફેંક ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે હવે પેરિસ ઓલિમ્પિક પુર્ણ થઈ ગયું છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મનુ ભાકરની માતા નિરજ ચોપરા સાથે વાત કરી રહી છે. આ વીડિયોમાં લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

વાયરલ થયો વીડિયો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મનુ ભાકરની માતા સુમેધા ભાકર ભાલા ફેંકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર નિરજ ચોપરા સાથે વાત કરે છે અને આ દરમિયાન તે નિરજના માથા પર હાથ પણ રાખે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મનુની માતા નિરજના માથા પર હાથ ફેરવીને વાતચીત પણ કરી રહી છે. જેનો વીડિયો સોશિયલ મડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીના કારણે જ ક્રિકેટને 2028 ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું?

ચાહકોએ કરી અલગ અલગ કોમેન્ટ
મનુની માતા સાથે નિરજ ચોપરાની વાતચીતનો વીડિયો જોયા બાદ ચાહકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ કહે છે કે સંબંધ કન્ફર્મ થયો તો અન્ય એક યુઝરે લખ્યું, “ડાઈરેક હી રિશ્તા કર દિયા ક્યા ઉસકા.” અન્ય એક યુઝરે આવી જ રમૂજી અંદાજમાં લખ્યું, “દીકરા, તું કેટલું દહેજ લેઈશ?” એ જ રીતે લોકોએ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

મનુ ભાકરે ઇતિહાસ રચ્યો હતો
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં એક નહીં પરંતુ બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. મનુએ તેનો પહેલો મેડલ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં જીત્યો હતો. ત્યારબાદ તેણે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલની મિશ્ર ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સાથે મનુ ભાકર આઝાદી બાદ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ ખેલાડી બની ગઈ છે.