આહા…ક્યા પ્યાર હૈ! પ્રેમ માટે કરોડોની દૌલતને લાત મારી દીધી
Angeline Francis Love Story: આજના સમયના યુવાનો પ્રેમની ઘણી વાતો કરતા તમે સાંભળ્યા હશે. પરંતુ તમને કહેવામાં આવે કે તમે સંપત્તિ પસંદ કરો કે પછી તમારા પ્રેમને તો તમે શું સ્વીકાર કરશો? કરોડ લોકોમાં કોઈક જ એવું હશે જે પૈસાને બદલે પોતાના પ્રેમનો સ્વીકાર કરે. આવી જ એક સ્ટોરી એન્જેલીન ફ્રાન્સિસની છે. જે રાજકુમારી તો નથી પરંતુ તેનું વ્યક્તિત્વ રાજકુમારીથી ઓછું નથી.
એન્જેલિન ફ્રાન્સિસ કોણ છે?
મલેશિયાના મોટા બિઝનેસ ટાયકૂન ઘૂ કે પેંગ દેશના સૌથી અમીર લોકોમાં સામેલ છે. જ્યારે એન્જેલિના તેના પિતાની કરોડોની સંપત્તિની વારસદાર છે. તેના પિતાએ તેને રાજકુમારીની જેમ મોટી કરી છે. એન્જેલિન ફ્રાન્સિસ લંડનમાં ભણવા જાય છે અને તેને એક સામાન્ય માણસ સાથે પ્રેમ થઈ જાય છે. તે વ્યક્તિનું નામ જેદીયા હતું. તેની પાસે પૈસા નહોતા પણ તે એન્જેલિનાને પાગલપણે પ્રેમ કરતો હતો.
સામાન્ય માણસ સાથે પ્રેમ
એન્જેલિનાના પિતા ઘૂ કે પેંગે મલેશિયાની મિસ યુનિવર્સ સાથે લગ્ન કર્યા હતા. જેની પુત્રી એન્જેલીના હતી. જોકે ઘૂ કે પેંગે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. પરંતુ તેણે પોતાની પુત્રી માટે પોતાનો જીવ આપી દીધો હતો અને નાનપણથી જ રાજકુમારીની જેમ મોટી કરી હતી. એન્જેલીના પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા ઓક્સફર્ડ યુનિવર્સિટી પહોંચી હતી. ત્યાં તે જેદીયાને મળી હતી. બંનેની મિત્રતા થઈ અને થોડા જ સમયમાં આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી.
આ પણ વાંચો: ઐતિહાસિક લોર્ડ્સમાં આ બંને ટીમો વચ્ચે રમાશે પ્રથમ વખત ટેસ્ટ મેચ
પિતાએ એક શરત મૂકી
એન્જેલિના અને જેદિયાએ પોતાનું જીવન સાથે વિતાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ એન્જેલીનાના પિતાએ આ સંબંધને નકારી દીધો હતો. કારણ કે જેડીયા એક સામાન્ય પરિવારથી હતો. તેણે તેની દીકરીનો હાથ તેને આપવાની ના પાડી દીધી હતી. આમ છતાં એન્જેલીના અને જેડીયા વચ્ચે પ્રેમ ઓછો થઈ રહ્યો ના હતા અને તે બંને પોતાના નિર્ણય પર અડગ હતા. તેની પુત્રીની જીદ તોડવા માટે, ઘૂ પેંગે તેની સમક્ષ એક શરત મૂકી કે તેણે પ્રેમ અને પૈસા વચ્ચે પસંદગી કરવી જોઈએ.
કરોડોની સંપત્તિની જતી કરી
એન્જેલિના તેના પિતાની 2500 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક હતી. પરંતુ પિતાની સ્થિતિ સાંભળીને તેણે એક મિનિટ પણ વિચાર્યા વગર જ તેણે પોતાના પ્રેમની પસંદગી કરી હતી. એન્જેલીનાએ 2008માં જેડીયા સાથે લગ્ન કર્યા હતા. બંને સુખી લગ્નજીવનનો આનંદ માણી રહ્યા છે. જેડીયા અને એન્જેલીનાની પ્રેમ કથા ઘણા પ્રેમીઓ માટે ઉદાહરણ બની હતી.