November 26, 2024

કોણ છે પોર્ન સ્ટાર ડેનિયલ્સ? જેના કારણે મુશ્કેલીમાં ફસાયા ડોનાલ્ડ ટ્ર્મ્પ

Stormy Daniels News: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ચાલી રહેલા ગુપ્ત નાણાંના કેસમાં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. ટ્રમ્પની સામે તેમના મજબુત ઈરાદાઓએ તેમને અમેરિકામાં પ્રખ્યાત છે. આ કેસમાં તેણે મંગળવારે કોર્ટમાં ટ્રમ્પની હાજરીમાં પોતાની જુબાની આપી હતી. ગુનાહિત કેસનો સામનો કરનાર ટ્રમ્પ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે. કેસ ચૂકવણી છુપાવવા માટે વ્યવસાયિક રેકોર્ડના કથિત હેરાફેરી કરવા પર કેન્દ્રિત છે.

શું છે આખો મામલો જેમાં ટ્રમ્પ અને ડેનિયલ્સ સામસામે છે?
એક અહેવાલ મુજબ ડેનિયલ્સનો દાવો છે કે તેણી અને ટ્રમ્પે શારીરિક સંબંધ રાખ્યા હતા. 2016ની ચૂંટણી પહેલા આ અંગે મૌન જાળવવા તેણે ટ્રમ્પના વકીલ પાસેથી $130,000 (1,08,54,486.50 INR)ની ઓફર સ્વીકારી હતી. વકીલ માઈકલ કોહેન બાદમાં અનેક આરોપોમાં જેલમાં ધકેલાઈ ગયા હતા. 2018 માં આરોપો સામે આવ્યા ત્યારથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ ડેનિયલ્સ સાથેના કોઈપણ જાતીય સંબંધોને નકારી કાઢ્યા છે.

કોણ છે સ્ટોર્મી ડેનિયલ્સ?
ડેનિયલ્સ જેનું સાચું નામ સ્ટેફની ક્લિફોર્ડ છે. તે લ્યુઇસિયાનામાં જન્મેલી પોર્ન અભિનેત્રી અને દિગ્દર્શક છે જેણે તેની ફિલ્મો માટે બહુવિધ પુરસ્કારો જીત્યા છે. આ સિવાય તેણે મેઈનસ્ટ્રીમ હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આમાં 2000 ના દાયકાની કોમેડી ધ 40-યર-ઓલ્ડ વર્જિન અને નોક્ડ અપનો સમાવેશ થાય છે. તેણે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો અને પહેલા પોતાને રિપબ્લિકન (ટ્રમ્પનો પક્ષ) જાહેર કર્યો.

ડેનિયલ્સના અફેરનો દાવો
ડેનિયલ્સે મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે જુલાઈ 2006માં એક ચેરિટી ગોલ્ફ ટુર્નામેન્ટમાં ટ્રમ્પને મળી હતી. તેણીએ આક્ષેપ કર્યો હતો કે તે બંનેએ કેલિફોર્નિયા અને નેવાડા વચ્ચેના રિસોર્ટ વિસ્તાર લેક તાહોમાં તેની હોટલના રૂમમાં એકવાર સંભોગ કર્યું હતું. તે સમયે ટ્રમ્પે તેમની પત્ની મેલાનિયા સાથે લગ્ન કર્યા હતા. ટ્રમ્પના વકીલે તે સમયે તેને ‘ઉગ્રતાથી’ નકારી કાઢ્યો હતો.

ચુપ રહેવાની ધમકીઓ અને ઓફરો
ડેનિયલ્સ કહે છે કે વકીલ કોહેને 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા કેસ વિશે શાંત રહેવા માટે તેમને ‘હશ-મની’ માં $130,000 ચૂકવ્યા હતા. ટ્રમ્પે આ ચૂંટણી જીતી હતી. એડલ્ટ સ્ટારનો દાવો છે કે તેણે આવું એટલા માટે કર્યું કારણ કે તેને તેના પરિવારની સુરક્ષાની ચિંતા હતી. તેણે કહ્યું કે તેને કાયદેસર અને શારીરિક રીતે ચૂપ રહેવાની ધમકી આપવામાં આવી હતી.

ડેનિયલ્સે દાવો કર્યો હતો કે લાસ વેગાસમાં પાર્કિંગમાં એક અજાણ્યો વ્યક્તિ તેનો અને તેની નવજાત પુત્રીનો સંપર્ક કર્યો હતો અને તેને કહ્યું હતું કે ‘ટ્રમ્પને એકલા છોડી દો.’ રિપોર્ટ અનુસાર, નોન-ડિસ્કલોઝર ડીલ (NDA)ના બદલામાં કોઈને વળતર આપવું ગેરકાયદેસર નથી. પરંતુ પ્રોસિક્યુટર્સે ટ્રમ્પના ખાતામાં કોહેનની ભરપાઈ કેવી રીતે રેકોર્ડ કરવામાં આવી તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેના પર કાનૂની ફી તરીકે ચૂકવણીનું વર્ગીકરણ કરીને તેના વ્યવસાયના રેકોર્ડને ખોટા બનાવવાનો આરોપ છે.