કોણ છે સૂચના શેઠ ? જેને પોતાના જ 4 વર્ષના દીકરાની કરી હત્યા, કારણ છે ચોંકાવનારું
AI સ્ટાર્ટઅપની CEO સુચના સેઠની ગોવામાં તેના ચાર વર્ષના પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહિલા તેના પુત્રના મૃતદેહને બેગમાં લઈને ગોવાથી કર્ણાટક જઈ રહી હતી ત્યારે ગોવા પોલીસે તેની કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે, હત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે તેણે તેના પુત્રને તેના પતિ મળી ન શકે જેથી તેને આ ભયંકર પગલું ભર્યું.
કોણ છે સુચના શેઠ?
સૂચના સેઠના LinkedIn પેજ મુજબ, તે AI સ્ટાર્ટઅપ ‘Mindful AI Lab’ના સ્થાપક અને CEO છે. મળતી માહિતી અનુસાર, વર્ષ 2021માં AI એથિક્સની 100 સૌથી તેજસ્વી મહિલાઓમાં તેણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આરોપી મહિલા એઆઈ એથિક્સની નિષ્ણાત અને ડેટા સાયન્ટિસ્ટ છે. સુચના સેઠ હાર્વર્ડ યુનિવર્સિટી સહિત ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ કામ કરી ચૂક્યા છે.
આ રીતે પોલીસે કરી ધરપકડ
સુચના સેઠ તેના પુત્ર સાથે ગોવા પહોંચી હતી અને 6 જાન્યુઆરીથી ગોવાના કેન્ડોલિમ વિસ્તારમાં સર્વિસ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. થોડા દિવસ અહીં રહ્યા પછી સુચના સેઠે એપાર્ટમેન્ટના સ્ટાફને કહ્યું કે, ‘ મારે બેંગ્લોર જવું છે તો મને ટેક્સીની વ્યવસ્થા કરી આપો’. જે બાદ સ્ટાફે સૂચનાને ટેક્સીના બદલે ફ્લાઈટમાં જવાનું સૂચન કર્યું કારણ કે ટેક્સીમાં જવું વધુ મોંઘું પડશે, પરંતુ મહિલાએ ટેક્સીમાં જ જવાનો આગ્રહ રાખ્યો હતો.
જે બાદ સ્ટાફે ટેક્સીની વ્યવસ્થા કરી અને મહિલા 8 જાન્યુઆરીની સવારે બેંગલુરુ જવા રવાના થઈ. મહિલાના ગયા બાદ સ્ટાફ જ્યારે રૂમ સાફ કરવા ગયો ત્યારે રૂમમાં લોહીના ડાઘા જોયા અને પોલીસને જાણ કરવામાં આવી. સ્ટાફે પોલીસને એમ પણ જણાવ્યું કે જ્યારે મહિલા બેંગલુરુ જવા રવાના થઈ ત્યારે તેનો ચાર વર્ષનો દીકરો તેની સાથે ન હતો અને તે તેની સાથે એક મોટી બેગ લઈ ગઈ હતી. આના પર પોલીસે સૂચના સેઠને ફોન કર્યો અને રૂમમાં લોહીના ડાઘ અને પુત્ર વિશે પૂછ્યું. મહિલાએ જણાવ્યું કે તેના માસિક ધર્મને કારણે તેના પર ડાર્ક સ્પોટ હતા અને તેનો પુત્ર તેના મિત્રના ઘરે હતો, પરંતુ તપાસ દરમિયાન મહિલાએ આપેલા મિત્રના ઘરનું સરનામું નકલી હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી પહેલા RSS 2.5 કરોડ રામ ભક્તોને રામ મંદિરના દર્શન કરાવશે !
હત્યાનું કારણ ચોંકાવનારું છે
પોલીસે મહિલાને લઈ જઈ રહેલા ટેક્સી ડ્રાઈવરને ફોન કર્યો અને તેને નજીકના પોલીસ સ્ટેશનમાં જવાનું કહ્યું. મહિલાની પાછળ ગોવા પોલીસની એક ટીમ પણ મોકલવામાં આવી હતી. જ્યારે પોલીસે મહિલાની બેગની તપાસ કરી તો તેમાં તેના પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો. એવા અહેવાલો છે કે સૂચના તેના પુત્રને તેના પતિને મળવાથી રોકવા માગતી હતી પરંતુ શક્ય ન્હોતું માટે હત્યા કરી હતી. મહિલાનો તેના પતિથી છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. પોલીસે આ ઘટના અંગે મહિલાના પતિને પણ જાણ કરી છે, જે હાલ ઈન્ડોનેશિયાના જકાર્તામાં છે.