ઉનાળામાં પંખાની સ્પીડ કેમ ઓછી થાય છે?
અમદાવાદ: ગમે તે સહન થઈ જાય પરંતુ ગરમી સહન ના થાય. પરંતુ તમે ઘણી વખત જોયું હશે કે ઉનાળો આવતાની સાથે આપણા પંખાની સ્પીડમાં ઘટાડો થઈ જાય છે. આપણને આ સમયે એવું થાય કે આ પંખો ધીમો કેમ પડી જાય છે. ત્યારે અમે તમને તેના વિશે આજે માહિતી આપવાના છીએ કે પંખો ધીમો પડવાનું કારણ શું છે. આવો જાણીએ.
સ્પીડ ઓછી થવાનું કારણ
દેશમાં ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ ઉપાયો કરતા હોય છે. ઉનાળામાં પંખા નીચે સુતા હોય અને અચાનક પંખો તો ચાલતો હોય પરંતુ એવું લાગે કે આ ધીમો કેમ પડી ગયો છે. ઉનાળાની ઋતુમાં પંખાની સ્પીડ બે કારણોથી ઘટી જાય છે. પહેલું કારણ વોલ્ટેજ છે. ઉનાળાની ઋતુમાં વીજળીના વધુ વપરાશને કારણે વોલ્ટેજ ઓછું થઈ જાય છે. જેના કારણે પંખાની સ્પીડ ઓછી થઈ જાય છે. જો તમારા ફોનનું કન્ડેન્સર નબળું નથી તો પંખાનું કન્ડેન્સર બદલીને તેને તપાસવું જોઈએ.
આ પણ વાંચો: WhatsApp એ નવી ડિઝાઈનનું ટેસ્ટિંગ કર્યું શરુ!
વોલ્ટેજને સુધારે છે
તમારા પંખાની સ્પીડ વધારવા માટે તમારે કન્ડેન્સર બદલવું જોઈએ. જેના માટે તમારે મિકેનિકની પણ જરૂર નથી. તમે પણ જાતે કન્ડેન્સર બદલી શકો છો. તમે જૂના કન્ડેન્સરને બતાવીને બજારમાંથી નવું કન્ડેન્સરપણ ખરીદી કરી શકો છો. ઘરની મુખ્ય સ્વીચ બંધ કર્યા પછી પંખામાં કન્ડેન્સર લગાવો, જે બાદ તમારો ફેન જૂની સ્પીડથી ચાલવા લાગશે. તમારે તમારા ઘરના મુખ્ય સપ્લાયમાં સ્ટેબિલાઈઝર લગાવવાનું રહેશે જેના કારણે સ્ટેબિલાઇઝર વોલ્ટેજને સુધારે છે. જો આવું કરવાથી પણ તમારા ફેનમાં કોઈ ફેર પડી રહ્યો નથી તો તમારે મિકેનિકને બોલાવીને રિપેર કરાવવું જોઈએ.