May 16, 2024

WhatsApp એ નવી ડિઝાઈનનું ટેસ્ટિંગ કર્યું શરુ!

અમદાવાદ: વોટ્સએપ હમણાથી સતત અપડેટ થઈ રહ્યું છે. ફરી એક વાર વોટ્સએપ યુઝર્સને મજા આવે એવું ફીચર્સ આવી રહ્યું છે. આ ફીચર આવતાની સાથે લાખો વપરાશકર્તાઓને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં જોવા મળે છે.

ડિઝાઈનનું ટેસ્ટિંગ શરૂ
વોટ્સએપની ડિઝાઈન સંપૂર્ણપણે બદલાવાની હોય તેવી માહિતી મળી રહી છે. કરોડો યુઝર્સને માટે નવી ડિઝાઈનનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટલાક બીટા વપરાશકર્તાઓને આ નવી ડિઝાઇનની એક્સેસ આપી દેવામાં આવી છે. વોટ્સએપની નવી ડિઝાઈનમાં તમને યૂઝર્સને સાઇડબારનો વિકલ્પ મળી રહેશે. જેના થકી યૂઝર્સ એપના ઘણા ફીચર્સને સરળતાથી નેવિગેટ કરવામાં સરળતા રહેશે. નવી ડિઝાઈનમાં યુઝર્સને ઘણા નવા નવા અપડેટ્સ મળશે. યુઝર્સને ચેટ, સ્ટેટસ અપડેટ્સ, કોમ્યુનિટી ચેનલ સ્ટેટસ ટેબ એક્સેસ કરવાનું સરળ રહેશે.

આ પણ વાંચો: WhatsAppમાં આવી રહ્યું છે જોરદાર ફીચર!

આઈકોન્સ જોઈ શકાય
WABetaInfoએ WhatsAppના આ નવા સાઇડબાર ફીચર વિશે માહિતી આપતા જણાવ્યું કે વોટ્સએપ વેબના બીટા વર્ઝનમાં હાલ આ ફીચર જોવા મળી શકે છે. જેમાં ચેટીંગ, સ્ટેટસ, કોમ્યુનિટી ચેનલ વગેરે માટેના આઈકોન્સ તમને જોવા મળી શકે છે. આ વિશે વોટ્સએપના UI અથવા યુઝર ઈન્ટરફેસમાં ફેરફાર અંગેની માહિતી અગાઉ પણ જાહેર કરવામાં આવી હતી. વોટ્સએપ વેબ માટે નોટ્સ ફીચર પર કાર્ય કરી રહ્યું છે. આ ફીચર એન્ડ્રોઇડ વર્ઝન 2.24.9.12 અપડેટમાં આવી ગયું છે. સ્ટેટસ શેરિંગ ફીચર પર કાર્ય કરી રહ્યું છે. જેમાં તમે WhatsApp સ્ટેટસને Instagram અને Facebook પર પણ શેર કરી શકશો.