May 29, 2024

આ એક ટ્રીકથી જાણો તમારો મોબાઇલ અસલી છે કે નકલી?

Technology News: ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ ખુબ જ ઝડપી આગળ વધી રહ્યું છે. દેશમાં સેકન્ડ હેન્ડ મોબાઇલનું બજાર પણ ખુબ જ વિશાળ છે. લોકો સેકન્ડ હેન્ડ ફોનને પણ ખુબ જ આરામથી ખરીદી રહ્યા છે. પરંતુ એ વાતની પણ સંભાવના છે કે, તમે જે સ્માર્ટફોનનો ઉપીયોગ કરી રહ્યા છો તે ચોરીનો હોઇ શકે છે. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે જે પ્રકારે ઇ-કોમર્સ કંપનીઓ ઓફરના નામે છેતરપિંડી કરી રહી છે. એવામાં તમારી પાસે પણ નકલી ફોન આવી શકે છે. જોકે તમે ખુબ જ સરળતાથી સત્ય જાણી શકો છો કે ફોન અસલી છે કે નકલી.

પ્રથમ રીત

  • ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશનની સાઇટ પર જઇ તમે તેના વિશે જાણકારી મેળવી શકો છો.
  • પ્રથમ રીત એ છે કે, તમે https://ceir.gov.in/Device/CeirImeiVerification.jsp પર જઇ મોબાઇલ નંબર, ઓટીપી સાથે
  • લોગઇન કરો.
  • તેના પછી પોતાના ફોનનો આઇએમઇઆઇ નંબર નાંખો.
  • જો તમારા ફોનનો આઇએમઇઆઇ નંબર બ્લોક મળે છો તો મતલબ કે તમારો ફોન ચોરીનો છે.

બીજી રીત

  • બીજી રીત મેસેજવાળી છે.
  • તમે તમારા ફોનમાં KYM લખીને સ્પેસ આપો અને તેના પછી 15 ડિજિટવાળો આઇએમઇઆઇ નંબર લખીને 14422 પર સેન્ડ કરો.
  • જો તમને તમારા ડિવાઇસનો આઇએમઇઆઇ નંબર ખબર નથી તો તમે *#06# ડાયલ કરો.
  • જો ફોનમાં બે નંબર છે તો બે આઇએમઇઆઇ નંબર આવશે.
  • કોઇપણ એક નંબરથી તમે ફોનની જાણકારી મેળવી શકો છો.

ત્રીજી રીત

  • મેસેજ સિવાય તમે KYM – Know Your Mobile એપનો ઉપીયોગ કરીને ફોનની તપાસ કરી શકો છો.
  • આ એપના માધ્મમથી તમારા ફોનની સંપૂર્ણ જાણકારી મળી જશે.
  • જો આ જાણકારીમાં તમારા ફોનનો આઇએમઇઆઇ નંબર નથી મળતો અને બ્લોક લખેલું આવી રહ્યું છે તો સમજી લેવું કે તમારો ફોન નકલી છે.