December 3, 2024

વિદ્યાર્થીઓનો સવાલ – ખ્યાતિ હોસ્પિટલના નામે કોલેજને કેમ બદનામ કરો છો?

Ahmedabad: અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી બાદ રોજ એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. પરંતુ હવે હોસ્પિટલ અને કોલેજને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ બંધ થશે તો કોલેજનું ભાવિ પણ જોખમમાં મૂકા શકે છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે સંચાલકોના પાપે વિદ્યાર્થીઓનું ભાવિ પણ જોખમમાં મૂકાઈ શકે છે.

મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલ બંધ થશે તો નર્સિંગમાં અભ્યાસ કરતા 250 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાઈ શકે છે. કહેવાઈ રહ્યું છે કે, સંચાલકોના પાપે વિધાર્થીઓ દંડાશે. નોંધનીય છે કે, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા હોસ્પિટલ અને કોલેજનું ઇન્સ્પેક્સન કરાયું હતું. આ અંગે ખ્યાતિ નર્સિંગ કોલેજના આચાર્ય લીસી જોને ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું છે કે, બે દિવસ પહેલા કોલેજમાં ઇન્સ્પેક્શન કરાયું હતું. તેમજ કાઉન્સિલ દ્વારા અમને કોઈપણ પ્રકારનો બંધનો ઓર્ડર મળ્યો નથી. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવશે.

આ પણ વાંચો: મમુઆરાની હસ્તિક હોટેલમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની આશંકા, પોલીસ તપાસમાં થશે અનેક ઘટસ્ફોટ!

આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે, કોલેજ અને હોસ્પિટલ બંને અલગ છે જેથી અમારા ભવિષ્ય સાથે ચેડા ન કરો. હોસ્પિટલના માટે કોલેજને કેમ બદનામ કરાઈ રહી છે. અમે વિદ્યાર્થી ઓપરેશન કરવા નથી ગયા. અમારું ભાવી કેમ ખતરામાં મૂકી રહ્યા છે. કોઈ બીજી કોલેજમાં મૂકવામાં આવે તો કેવી રીતે મેનેજ કરશું. જો કોલેજ બંધ કરશે તો અમે નર્સિંગ કાઉન્સિલમાં નિવેદન આપીશું.

ઉલ્લેખનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોને કહ્યા વગર એન્જીઓગ્રાફી કરી સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. જે બાદ બે લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાને લઈને હોબાળો મચી જવા પામ્યો હતો.