IND vs SL: સૂર્યકુમાર યાદવને ODI ટીમમાં કેમ સ્થાન ન મળ્યું?
IND vs SL: ભારતીય ક્રિકેટ ટીમ હવે તેના આગામી મિશન માટે તૈયાર જોવા મળી રહી છે. શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા રવાના થઈ ગઈ છે. આ શ્રેણીમાં નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. ટીમનો કપ્તાન હોવ છતાં તેને ODI ટીમમાં પણ જગ્યા મળી નથી. શ્રીલંકા જતા પહેલા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકરે મીડિયા સાથેની વાતચીતમાં આ ખુલાસો કર્યો હતો.
અજીત અગરકરે કહી વાત
શ્રીલંકા પ્રવાસ પર રવાના થતા પહેલા મુંબઈમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં સૂર્યકુમાર યાદવ વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં અજિત અગરકરે સ્પષ્ટ કહ્યું કે વન-ડેમાં સૂર્ય કુમાર યાદવ વિશે વધારે ચર્ચા થઈ નથી. શ્રેયસ અય્યર ઓડીઆઈ ટીમમાં વાપસી કરી શકે છે. કેએલ રાહુલ પણ ઓડીઆઈ ટીમના મહત્વના સભ્ય છે, તેથી સૂર્યકુમાર યાદવ માટે કોઈ સ્થાન નથી. જેના કારણે તેમના નામની ચર્ચા ના કરવામાં આવે. પંત પણ લાંબા સમય પછી ODI ટીમમાં વાપસી કરવા જઈ રહ્યો છે. ખાસ તો તેમણે એમ પણ કહ્યું કે જો સૂર્યકુમાર યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હોત તો પણ કદાચ તેને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક ન મળી હોત. આ જ કારણ છે કે સૂર્યા ODI ટીમનો કેપ્ટન છે, પરંતુ તે ODI ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. સૂર્યકુમાર યાદવ કેવું પ્રદર્શન કરે છે તે જોવા માટે સુકાની તરીકે ચોક્કસપણે તેની કસોટી થશે. તેથી, અમે ચોક્કસપણે તેમના પર નજર રાખીશું.
આ પણ વાંચો: આવતીકાલે એશિયા કપ 2024માં ભારત-પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે ટક્કર
શ્રીલંકા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ. સિરાજ.