September 19, 2024

ચૂંટણીની રેલી માટે જઈ રહેલા ટ્રમ્પનો કેમ અચાનક બદલવામાં આવ્યો રુટ

અમેરિકા: અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના પૂર્વ ઉમેદવાર કમલા હેરિસ આમને-સામને છે. બંને પક્ષોના નેતાઓ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ટ્રમ્પ ચૂંટણી રેલી માટે રવાના થઈ ગયા હતા. પરંતુ અચાનક તેમનો રૂટ બદલવો પડ્યો હતો.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના સેનેટ ઉમેદવાર ટિમ શીહીના સમર્થનમાં એક ચૂંટણી રેલીમાં ભાગ લેવા માટે મોન્ટાના જવા રવાના થયા હતા. જેનું આયોજન બોઝેમેન મોન્ટાનામાં કરવામાં આવ્યું હતું. મોન્ટાનામાં શેહીનો સામનો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન સેનેટર જોન ટેસ્ટરનો છે.

બિલિંગ એરપોર્ટ પર ઉતર્યા
ટ્રમ્પ 9 ઓગસ્ટ શુક્રવારની રાત્રે મોન્ટાના જવા રવાના થયા હતા. જેના થોડા સમય બાદ તેમના પ્લેનમાં યાંત્રિક સમસ્યા આવી હતી. અધિકારીએ આપેલી માહિતી મુજબ સમસ્યાને કારણે ટ્રમ્પના વિમાનનો રૂટ બદલીને મોન્ટાનાથી 142 માઈલ પહેલા ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પના વિમાનને નજીકના બિલિંગ્સ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ પ્રમુખ 2018 થી કેટલાક અધૂરા વ્યવસાયને પૂર્ણ કરવાની આશામાં મોન્ટાના આવ્યા હતા. જ્યારે તેમણે ડેમોક્રેટિક સેનેટર જોન ટેસ્ટરને હટાવવાના નિષ્ફળ પ્રયાસમાં વારંવાર બિગ સ્કાય કન્ટ્રીમાં પ્રચાર કર્યો હતો.

આ પણ વાંચો: ન ડ્રોન, ન મિસાઈલ… અમેરિકા સાથે એવી શાંતિથી બદલો લઈ રહ્યું છે ઈરાન, યાદ રાખશે પેઢીઓ!

વીડિયોમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી
બિલિંગ્સ લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટના એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ જેની મોકેલે બિલિંગ્સ લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રમ્પના ઉતરાણની ઘટના વિશે માહિતી આપી હતી. એરપોર્ટ પર ઉતર્યા બાદ ટ્રમ્પનો એક વીડિયો જે તેમની ટીમ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ટ્રમ્પને એમ કહેતા સાંભળવામાં આવ્યા હતા કે તેઓ મોન્ટાના પહોંચીને ખુશ છે. જોકે, તેણે વીડિયોમાં પ્લેનમાં કોઈ સમસ્યા હોવાની વાત કરી નથી.