September 19, 2024

માથાનો દુખાવો બની ગયું છે WiFi, રેન્જ વધારવા કરો આ કામ

Wi-Fi એ તમારા સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા અન્ય ઉપકરણને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવાની શ્રેષ્ઠ રીતોમાંનું એક છે. જો કે તે મોટાભાગના કિસ્સાઓમાં કોઈ પણ અડચણ વિના સારી રીતે કામ કરે છે, કેટલીકવાર તમે ધીમી ઇન્ટરનેટ કનેક્ટિવિટી અનુભવી શકો છો. નેટવર્ક કંજેશનથી લઈને રાઉટરની પોઝિશન સુધી, એવા ઘણા કારણો છે જે તમારા Wi-Fi ને ધીમું કરી શકે છે અને તમારો વિડીયો જોવાનો અનુભવ બગાડી શકે છે.

રાઉટર પોઝિશન
Wi-Fi પર તમારું ઇન્ટરનેટ ધીમું થવાનું સૌથી સામાન્ય કારણ રાઉટરની સ્થિતિ છે. તમે તમારા રાઉટરથી જેટલા દૂર હશો તમારી ઈન્ટરનેટ સ્પીડ એટલી ધીમી થશે. જો તમારું વાયરલેસ રાઉટર બે કે તેથી વધુ રૂમ દૂર છે, તો તમને કનેક્શન ડ્રોપનો અનુભવ થઈ શકે છો.

જો કે Wi-Fi 6 જેવું નવું Wi-Fi અગાઉના મોડલ કરતાં દિવાલોને બાયપાસ કરવામાં વધુ સારું છે, તમારી અને તમારા રાઉટર વચ્ચેની દરેક વસ્તુ સિગ્નલની ગુણવત્તાને બગાડી શકે છે. તમારે તમારું રાઉટર તમારા ઘરની વચ્ચે ક્યાંક રાખવું જોઈએ, પરંતુ જો તે શક્ય ન હોય તો તેને ખૂણામાં બદલે ટેબલ અથવા શેલ્ફ પર મૂકો કારણ કે આમ કરવાથી તમારા કનેક્શનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.

આ પણ વાંચો: નવી કાર પર 4.10 લાખ રૂપિયા બચાવવાનો આજે છેલ્લો દિવસ! આ રીતે તમે મેળવી શકો છો શ્રેષ્ઠ સોદો

આ બેન્ડ પર Wi-Fi રાઉટરનો ઉપયોગ કરો
મોટાભાગના નવા Wi-Fi રાઉટર્સ બે બેન્ પર કામ કરે છે. જેમાં 2.4GHz અને 5GHz ના વિકલ્પો મળે છે. જ્યારે નવો 5GHz બેન્ડ નોંધપાત્ર રીતે સ્પીડમાં વધારો કરે છે. પરંતુ 2.4GHz નેટવર્કની તુલનામાં તેની રેન્જ ઓછી હોય છે. તેથી જો તમે રાઉટરથી દૂર હોવ ત્યારે Wi-Fi નો ઉપયોગ કરી રહ્યાં હોવ, જેમ કે બીજા રૂમમાં તો તમે નેટવર્ક ડ્રોપ અનુભવી શકો છો. તેથી જો ત્યાં લાંબુ અંતર હોય તો તમારે 2.4GHz બેન્ડ પર સ્વિચ કરવું જોઈએ, કારણ કે તે નવા અને ઝડપી બેન્ડ કરતાં વધુ એરિયા કવર કરી લે છે.

ધીમું અથવા જૂનું રાઉટર
જો તમે તાજેતરમાં ધીમી ગતિના કારણે તમારા ઇન્ટરનેટ કનેક્શન પ્લાનને અપગ્રેડ કર્યો છે, પરંતુ હજુ પણ હાઇ સ્પીડ મેળવી નથી રહ્યા તો તમારા જૂના Wi-Fi રાઉટરમાં ખામી હોઈ શકે છે. જો તમે 5 વર્ષથી વધુ જૂના રાઉટરનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમને સ્પીડ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.