IPL 2025માં 5 ટીમે બદલ્યા કેપ્ટન, નવા ખેલાડીઓ પર દર્શાવ્યો વિશ્વાસ

IPL 2025: વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલ 22 માર્ચથી શરૂ થવાની છે. અત્યાર સુધીમાં IPLની 17 સીઝન યોજાઈ ગઈ છે હવે આ 18મી સીઝન 22 માર્ચથી શરૂ થવાની છે. ગત સિઝન કરતા આ વર્ષના પાંચ ટીમના કેપ્ટન બદલાયા છે. જેમાં લખનૌ સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને આરસીબીની ટીમોનો સમાવેશ થાય છે.
અજિંક્ય રહાણેને કેપ્ટનશીપ સોંપી
શ્રેયસ ઐયરની કમાન હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે આઈપીએલ 2024 માં ખિતાબ જીત્યો હતો. આ પછી પણ KKR એ તેને રિટેન કર્યો ના હતો. આ પછી IPL 2025 મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે શ્રેયસ ઐયરને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે મહત્વની વાત તો એ છે કે KKR એ અજિંક્ય રહાણેને કેપ્ટનશીપ સોંપી હતી.
પંત લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન
રિષભ પંતે IPL 2024 માં દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળી હતી. દિલ્હીની ટીમે તેને રિટેન કર્યો ન હતો. આ કારણોસર દિલ્હીએ અક્ષર પટેલને નવો કેપ્ટન બનાવ્યો હતો. આ સિઝનમાં લખનૌની ટીમની કમાન રિષભ પંતને સોંપવામાં આવી છે. ગઈ સિઝનમાં લખનૌની ટીમની કમાન કેએલ રાહુલને સોંપવામાં આવી હતી.
રજત પાટીદારને RCBની કમાન મળી
ફાફ ડુ પ્લેસિસે IPL 2024માં RCB ની કમાન સંભાળી હતી. તેની કપ્તાની હેઠળ ટીમ પ્લેઓફમાં પહોંચી હતી. આવું થવા છતાં તેને RCBએ તેને રિટેન કર્યો ન હતો. આ પછી RCBએ યુવા બેટ્સમેન રજત પાટીદારને કેપ્ટન બનાવ્યો છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમને BCCI એ આપી ખાસ ભેટ, ખેલાડીઓ જીવનભર યાદ રાખશે
આ જૂના કેપ્ટન પર કર્યો ભરોસો
પાંચ ટીમ એવી છે કે જેણે જૂના કપ્તાન પર ભરોસો કર્યો છે. જેમાં IPL 2025 ના ખેલાડીઓમાં ચેમુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા, ન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ, સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનનો સમાવેશ થાય છે.