November 24, 2024

ક્રિકેટર યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ

અમદાવાદ: યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં એકબાદ એક રેકોર્ડ તોડી રહ્યા છે. આ વખતે જે રેકોર્ડ તોડયો છે તેમાં તેણે રોહિત શર્મા અને કપિલ દેવને પણ પાછળ છોડી દીધા છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ રાંચીમાં રમાઈ રહી છે. ત્યારે ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે એક મોટો રેકોર્ડ ફરી પોતાના નામે કર્યો છે.

ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો
યશસ્વી જયસ્વાલે રાંચી ટેસ્ટના પ્રથમ દાવમાં સિક્સર ફટકારી હતી. આ સિક્સર ફટકારતાની સાથે ભારતીય ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં 23 સિક્સર ફટકારી છે. અત્યાર સુધીમાં ભારત માટે ટેસ્ટમાં એક ટીમ સામે સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. જો કે, હજુ પણ આ રેકોર્ડમાં સચિન તેંડુલકર આગળ જોવા મળી રહ્યો છે.

વધુ સિક્સર મારનાર ભારતીય
25 સિક્સર – સચિન તેંડુલકર – વિ. ઓસ્ટ્રેલિયા, 23 છગ્ગા – યશસ્વી જયસ્વાલ – વિ. ઈંગ્લેન્ડ, 22 છગ્ગા – રોહિત શર્મા – વિ. સાઉથ આફ્રિકા, 21 છગ્ગા – કપિલ દેવ – વિ. ઈંગ્લેન્ડ, 21 છગ્ગા – ઋષભ પંત – વિ. ઈંગ્લેન્ડ હતા. આ વખતની સિરીઝમાં યશસ્વી જયસ્વાલનું શાનદાર પર્ફોર્મન્સ કર્યું છે. ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનની જો વાત કરવામાં આવે તો 23 છગ્ગા – યશસ્વી જયસ્વાલ વિ. ઇંગ્લેન્ડ (2024), 19 છગ્ગા – રોહિત શર્મા વિ. દક્ષિણ આફ્રિકા (2019), 15 છગ્ગા – શિમરેન હેમિમીર વિ. બાંગ્લાદેશ (2018), 15 છગ્ગા – બેન સ્ટોક્સ વિ. ઑસ્ટ્રેલિયા (2023)એ આ રીતે પર્ફોર્મન્સ કર્યું છે.