October 2, 2024

ઈઝરાયેલની ધમકી કહ્યું- ઈરાન, લેબનોન, ઈરાક અને યમન બધાને જોઈ લઈશું!

Israel Iran War: મિડલ ઈસ્ટમાં મોટા યુદ્ધના સંજોગો વધી રહ્યા છે. હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહને તાજેતરમાં ઇઝરાયેલ દ્વારા મારવામાં આવ્યો હતો. આ પછી હવે ઈઝરાયેલની સેના જમીની હુમલા માટે લેબનોનમાં ઘુસી ગઈ છે. ઇઝરાયેલનું કહેવું છે કે તે લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવી રહ્યું છે. જો કે આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ઈરાન ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.

અમેરિકાએ ઈરાનને આપી ચેતવણી?એપીના અહેવાલ મુજબ અમેરિકન અધિકારીઓએ કહ્યું છે કે ઈરાન ટૂંક સમયમાં ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાએ ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે ઈઝરાયેલ પર કોઈ પણ સીધો સૈન્ય હુમલો કરવાના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

ઈઝરાયેલે શું કહ્યું?
ઘણી બાજુથી હુમલાનો સામનો કરી રહેલા ઈઝરાયેલે પણ આ ખતરાને લઈને નિવેદન જાહેર કર્યું છે. ઈઝરાયલની સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમ કોઈપણ ખતરા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઈઝરાયેલે કહ્યું છે કે અમે ઈરાન, લેબેનોન, ઈરાક કે યમન તરફથી કોઈપણ હુમલાનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.

હુમલો આજે રાત્રે જ થઈ શકે છે
અમેરિકન અધિકારીઓએ માહિતી આપી છે કે હાલમાં જ ઈરાનમાં મિસાઈલ લોન્ચ પેડ પર ગતિવિધિઓ જોવા મળી છે. અમેરિકી સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર ઈરાન આજે રાત્રે ઈઝરાયેલ પર ડ્રોન અને ક્રુઝ મિસાઈલ છોડી શકે છે. ઇઝરાયેલમાં યુએસ એમ્બેસીએ તેના કર્મચારીઓને ઉચ્ચ સ્તરીય ચેતવણી આપી છે. યુએસ એમ્બેસીએ નાગરિકોને ઘરે પાછા ફરવા અને આશ્રયસ્થાનમાં જવા માટે તૈયાર રહેવા સૂચના આપી છે.