November 27, 2024

ગેસ થવાને કારણે થતી સમસ્યાઓને આ રીતે કરો દૂર

Acidity Gas: ઘણી વખત યોગ્ય સમયે ખોરાક ના ખાવાના કારણે અથવા પેટને અનુકૂળ ના આવે તે ખોરાક ખાવાના કારણે ગેસ અથવા એસિડિટીની સમસ્યા થઈ જતી હોય છે. વધારે ગેસ થવાના કારણે તમને બીજી સમસ્યા પણ થવા લાગે છે. ગેસના કારણે શરીરના અન્ય ભાગોમાં પણ દુખાવો શરૂ થાય છે. આવો જાણીએ કે ગેસ થાય છે તો બીજી શું શું સમસ્યા થવા લાગે છે.

માથાનો દુખાવો
પેટ અને મગજ એક રીતે બંને જોડાયેલા હોય છે. એટલા માટે જ્યારે પણ પેટમાં ગેસ થાય છે ત્યારે માતાનો દુખાવો થવા લાગે છે. જ્યારે ગેસ માથામાં ચઢે છે, ત્યારે તે માથાની એક અથવા બંને બાજુએ સખત દુખાવો કરવા લાગે છે.

આ પણ વાંચો: દિવાળીમાં ફરવા જવાનો પ્લાન હોય તો આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ

છાતીમાં દુખાવો
જ્યારે ખોરાક યોગ્ય રીતે પચતો નથી ત્યારે તે પેટમાં ગેસ બનાવી દે છે. ગેસના કારણે છાતીમાં બળતરા થવા લાગે છે. ઘણી વખત ઉલ્ટી થવા લાગે છે. ગેસ થવાના કારણે પીડા અસહ્ય બની જાય છે.

આ ઘરેલું ઉપાયો કરો
ગેસ હોય કે એસિડિટી જીરાનું પાણી તેનાથી છુટકારો મેળવવામાં અસરકારક છે. જો તમને ગેસની સમસ્યા થતી હોય તો તમારે એક ગ્લાસ પાણીમાં જીરું નાંખવાનું રહેશે અને તેમાં તમારે પછી વરિયાળી નાંખવાની રહેશે. હવે તેને ત્યાં સુધી ગરમ કરો કે જ્યાં સુધી તે પાણી અડધું થઈ જાય. તેનાથી તમને ગેસમાંથી તરત રાહત મળશે.