November 21, 2024

જો તમે ચાલવા માટે સમય કાઢી નથી શકતા તો આ ટિપ્સ કરો ફોલો

Walking Tips: વજન વધવાના કારણે ચાલવું જરૂરી બની જાઈ છે. પરંતુ વ્યસ્ત શેડ્યુલમાં ચાલવા માટે સમય મળતો નથી. પારિવારિક જવાબદારીઓ કે ઓફિસની જવાબદારીઓને કારણે ચાલવાનો સમય મળતો નથી. અમે તમને આજ ટિપ્સ જણાવીશું જેની મદદથી વ્યસ્ત શેડ્યુલમાં પણ તમે દરરોજ હજારો સ્ટેપ ચાલી શકો છે.

ચાલવા માટે આ ટીપ્સ અનુસરો

દર અડધા કલાકે ઓફિસની આસપાસ ચાલો
જો તમે ડેસ્કનું કામ કરો છો તો તમારે રોજ અડધા કલાક ચાલવાનું રહેશે. બ્રેકના સમયમાં રોજ સમય કાઢીને ચાલવા નિકળી જાવ. આવું કરવાથી તમારે દિવસનું ચલાઈ પણ જશે અને તમે બ્રેકનો આંનદ પણ મેળવી શકો છો.

લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો
જો તમે ચાલતા ન હોવ તો તમારે લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરો. સીડી ચડીને ચાલવું એક કસરત જેવું છે. ઘર હોય કે ઓફિસ પ્રયત્ન કરો કે સીડીનો ઉપયોગ કરો.

ફોન પર વાત કરતી વખતે ચાલો
ફોન પર વાત કરવી હોય તો બેસીને વાત ના કરો. ફોન પર વાત કરતી વખતે ચાલો. આવું કરવાથી તમને ચોક્કસ ફાયદો થશે. આવું કરવાથી તમારે ચલાઈ જશે.

આ પણ વાંચો: લિમિટેડ બજેટમાં કરવા હોય ડેસ્ટિનેશન વેડિંગ તો આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ

ઓફિસ જતી વખતે વૉક કરો
જો તમારી ઑફિસ બહુ દૂર નથી તો તમારે રોજ ચાલીને ઓફિસ જવાનું રાખવું જોઈએ. આવું કરવાથી તમારે ચલાઈ જશે.