November 25, 2024

દિલ્હી કેપિટલ્સ કોને રિટેન કરશે?

Delhi Capitals IPL 2025: IPL 2025 ની મેગા હરાજી પહેલા ખેલાડીઓને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફ્રેન્ચાઇઝીઓને 31મી ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. એટલે તમામ ફ્રેન્ચાઇઝીઓને 31મી ઓક્ટોબર સુધીમાં નામ આપવાના રહેશે. ખેલાડીઓની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે હરભજન સિંહે દિલ્હી કેપિટલ્સને લઈને મહત્વપૂર્ણ જવાબ આપ્યો છે.

અનેક પ્રકારની અફવાઓ
પંતને લઈને અનેક પ્રકારની અફવાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની માહિતી શેર કરવામાં આવી રહી છે. આ વચ્ચે પૂર્વ ક્રિકેટર ભજ્જીની પ્રતિક્રિયા સામે આવી છે. પૂર્વ ક્રિકેટર ભજ્જીએ કહ્યું કે દિલ્હી કેપિટલ્સ માટે રિટેન્શન લિસ્ટમાં પહેલું નામ પંતનું હોવું જોઈએ. એક મીડિયા સાથેની વાતમાં હરભજને કહ્યું, “જો હું દિલ્હી કેપિટલ્સની મેનેજમેન્ટ ટીમમાં હોત તો મેં પંતનું નામ પ્રથમ રાખ્યું હોત.”

આ પણ વાંચો: શરમજનક હાર બાદ રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન

ભજ્જીએ કહી આ વાત
હરભજન સિંહે પહેલું નામ પંતનું લીધું. આ પછી બીજું નામ અક્ષર પટેલનું લીધું હતું. અક્ષર એક ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેણે ઘણી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્રીજું નામ ટ્રિસ્ટનનું લીધું હતું. હરભજને ચોથું નામ જેક ફ્રેઝર મેકગર્કનું લીધું હતું. પાંચમો ખેલાડી મિશેલ માર્શ હોવો જોઈએ. તમને જણાવી દઈએ કે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની પંતની પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ એવા અહેવાલો મળ્યા હતા કે તેને કેપ્ટન તરીકે નહીં તરીકે નહીં ખેલાડી તરીકે રાખવામાં આવી શકે છે. પંત પોતે જ હરાજીમાં જવા માંગે છે. અન્ય ટીમનો તે કેપ્ટન તે બની શકે છે. હવે શું સત્ય છે તે જોવાનું રહ્યું.