November 26, 2024

ઉદયપુરના શાહી પરિવારમાં ચાલી રહેલો ધૂણી દર્શન વિવાદ શું છે?

Udaipur Royal Family Dispute: મેવાડના પૂર્વ રાજવી પરિવારના સભ્ય અને પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ મેવાડના નિધન બાદ તેમના મોટા પુત્ર વિશ્વરાજ સિંહ મેવાડનો રાજ્યાભિષેક સમારોહ કરવામાં આવ્યો હતો. જે તેમની પરંપરા મુજબ યોજાયો હતો. તેઓ 77માં મેવાડના દીવાન તરીકે બેઠા છે. ત્યારબાદ તેઓ વિશ્વરાજ સિંહ ઉદયપુરના મેવાડના સિટી પેલેસમાં આવેલી ધૂણીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે તેમને દર્શન કરવા માટેની ના પાડવામાં આવી હતી. જેના કારણે ભારે હંગામો થયો હતો. હવે તમને સવાલ એ પણ થતો હશે કે ધૂની દર્શન એટલે શું? કે જેના પછીથી હોબાળો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: એકનાથ શિંદેએ રાજ્યપાલને સોંપ્યું રાજીનામું, હવે કોણ બનશે CM?

ધૂણી દર્શન એટલે શું?
મેવાડમાં પહેલેથી જ પરંપરા ચાલી આવે છે જે પણ નવા દીવાન સિંહાસન પર બેસે છે ત્યારે ધૂણીની મુલાકાત લે છે. આ પરંપરાનું પાલન કરવા વિશ્વરાજ સિંહ સિટી પેલેસ પહોંચ્યા હતા. આ સમયે તેના કાકા અરવિંદ સિંહ મેવાડે તેને રોક્યો હતો. કહ્યું કે વિશ્વરાજ સિંહ મહારાણા મેવાડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય નથી. જેના કારણે કે તેઓ અંદર આવી શક્તા નથી. આ પછી બંને પક્ષ વચ્ચે આ વાતને લઈને સતત સમાધાનનો સિલસિલો જોવા મળી રહ્યો છે.