November 28, 2024

BZ ગ્રુપ પોન્ઝી સ્કેમ મામલે CID ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીની કરી ધરપકડ

BZ Group Ponzi Scam

ગાંધીનગરઃ BZ ગ્રુપ પોન્ઝી સ્કેમ મામલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીની ધરપકડ કરી છે. આ સ્કેમના મુખ્ય આરોપી સહિત 6 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા, મુખ્ય એજન્ટ મયુર દરજીની ધરપકડ કરી છે. અરવલ્લીના માલપુરમાંથી મુખ્ય એજન્ટ મયુર દરજીની ધરપકડ કરવામાં આવી છે. વિશાલસિંહ ઝાલા, રાહુલ, ગણપત, સંજય પરમાર, રણવીર ચૌહાણ અને અંકિતની ધરપકડ કરવામાં આવી છે.

તેમાંથી આરોપી વિશાલ સિંહ, રાહુલ, ગણપત અને અંકિત એજન્ટ છે. અન્ય બે આરોપી રણવીર ચૌહાણ અને સંજય પરમાર એમપ્લોય કમ એજન્ટ છે. તમામ એજન્ટ અને એમપ્લોયને કમિશન પર પૈસા આપવામાં આવતા હતા. મુખ્ય એજન્ટ મયુર ભૂપેન્દ્રસિંહના સંપર્કમાં હતો. આરોપીના ઘરેથી અનેક BZ ગ્રુપ સ્કેમના અનેક ફોર્મ અને રસીદ મળી આવી છે. CID ક્રાઈમે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.