બીજેપીનો ખેસ પહેરનારને ગેરકાયદેસર કામો કરવાનાં લાઇસન્સ મળી જાય છે: કમલેન્દ્રસિંહ પુવાર
BZ GROUP Scam: ભૂપેન્દ્રસિંહ ઝાલાના હજારો કરોડના કારસ્તાનનો મામલે હવે કોંગ્રેસ પક્ષ પણ મેદાનમાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારએ આ વિશે નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: BZ GROUP Scamના 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા
અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કહી આ વાત
અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારએ કહ્યું કે બીજેપીનો ખેસ પહેરનારને ગેરકાયદેસર કામો કરવાનાં લાઇસન્સ મળી જાય છે.અરવલ્લી જિલ્લાના મોટાભાગના લોકોના પૈસા તેમાં છે. અમે પણ લોકોને અપીલ કરીએ છીએ કે તમારા પૈસા હોય તો કોંગ્રેસ પક્ષ કે પોલીસ પાસે આવે. હાલ બિઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમ મામલે CIDએ પકડેલા 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા છે. એક એજન્ટ સહિત BZના સ્ટાફની CIDએ ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર મયુર દરજીના 10 દિવસના રિમાન્ડની પોલીસ માંગ કરશે.